- જૈશનો વડો પરિવાર સાથે લાપતા નથી, બહાવલપુરના મદરેસામાં છે
- મસૂદના નવા ઠેકાણામાં ન્યૂઝ રૂમ પણ છે, મેગેઝિન છપાય છે
પાકિસ્તાનમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો વડો મસૂદ અઝહર લાપતા થયો નથી. તે બહાવલપુર જિલ્લામાં છે. સ્થાનિક મીડિયા રિપોર્ટમાં આ માહિતી અપાઇ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મસૂદ બહાવલપુરમાં પોતાના મદરેસામાં રહે છે. આ જૈશનું નવું હેડક્વાર્ટર છે. જે સેંકડો એકરમાં ફેલાયેલું છે. તંત્રએ મદરેસાની પાસે લોકોની અવર-જવર પર પ્રતિબંધ મૂકી દીધો છે. એટલે સુધી કે પોલીસ પણ મદરેસાની અંદર જઇ શકતી નથી. તેમાં ડઝન જેટલા રૂમ છે. અહીં એવી લેબ છે જ્યાં ઘણાં આધુનિક કમ્પ્યૂટર છે. એક ન્યૂઝ રૂમ પણ છે. જ્યાંથી અલ-કલામ, અયેશાતુલ બિનાત, ‘મુસલમાન બચ્ચે’ નામની ઉર્દૂ અને અંગ્રેજીની પત્રિકાઓ પ્રકાશિત કરવામાં આવી રહી છે. મદરેસાની ઇમારતની બાઉન્ડ્રી વોલ 20 ફૂટ ઊંચી છે. દીવાલો પર તારની વાડ પણ બાંધવામાં આવી છે. મુખ્ય દ્વ્રાર પર AK-47 ગનધારી સુરક્ષાકર્મી તહેનાત છે.
પઠાણકોટ હુમલાના તાર બહાવલપુરથી જોડાયેલા
મસૂદનાં અન્ય ત્રણ નવાં ઠેકાણાંનો ખુલાસો થયો. તેમાં કસૂર કોલોની બહાવલપુર, મદરેસા બિલાલે હબસી ખૈબર પખ્તૂનખ્વા, મદરેસા મસ્જિદ-એ-લુકમાન ખૈબર પખ્તૂનખ્વા સામેલ છે. પઠાણકોટ હુમલા અંગે જે ડોઝિયર સોંપાયું હતું તેમાં એક ફોન નંબરની લિન્ક બહાવલપુર સાથે હતી.
મસૂદ હિઝબુલના વડા સલાઉદ્દીનના સંપર્કમાં
સૂત્રો મુજબ મસૂદ હિઝબુલના વડા સૈયદ સલાઉદ્દીનના સંપર્કમાં છે. તે બહાવલપુર મદરેસાથી ભાષણ આપે છે. પહેલાં તે મોટા ભાગનો સમય કાબુલ, ઉત્તર વજિરિસ્તાન અને બહાવલપુરમાં વિતાવતો. 26 જાન્યુઆરી 2014ના રોજ પીઓકેના મુજફ્ફરાબાદમાં ભાષણ આપ્યું હતું.
કેટલાક દેશ આતંકીઓની હજુ પણ મદદ કરે છે
પેરિસમાં એફએટીએફની બેઠક ચાલી રહી છે. તેણે પાક.નું નામ લીધા વિના ચેતવણી આપતા કહ્યું કે કેટલાક દેશો હજુ પણ આતંકીઓની મદદ કરી રહ્યા છે, ફંડ એકત્રિત કરવા નવી રીત અપનાવી રહ્યા છે. આતંકી સોશિયલ મીડિયા પર નવા ફોલોઅરની ઓળખ કરી રહ્યા છે.તેમના પર અમારી નજર છે.
8 મહિનામાં ત્રણ વખત મોટી ચાલ, આતંકીઓને છાવરતું રહ્યું
- ફેબ્રુઆરી 2020: પાક. સરકારે કહ્યું કે જૈશનો વડો મસૂદ અઝહર પરિવાર સહિત લાપતા થઇ ગયો છે. જ્યારે તે બહાવલપુરમાં છે.
- ઓક્ટોબર 2019: એફએટીએફના ડરથી લશ્કર-એ-તોઈબાના ટોચના 4 કમાન્ડરની ધરપકડ કરી. પછી શું કર્યું તે ખબર નથી.
- જુલાઇ 2019: દબાણમાં આતંકી હાફિઝ સઇદની ધરપકડ કરી પરંતુ તેના આતંકી કેમ્પોને પીઓકેથી અફઘાન સરહદે શિફ્ટ કરી દીધા.
પાકિસ્તાન – આતંકી મસૂદ છુપાયો છે ત્યાં પોલીસ પણ પહોંચી શકતી નથી, મુખ્ય દરવાજા પર AK-47 સાથે સુરક્ષાકર્મી તહેનાત was originally published on News4gujarati