- કોંગ્રસના કોર્પોરેટરો અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ
- બજેટમાં ખાનગી શાળા અને કોલેજોને વેરામાં રાહત આપવામાં આવી
રાજકોટ મનપાના 2132.15 કરોડના બજેટને બહાલી આપવા માટે સામાન્ય સભા મળી હતી. જેમાં સરકારી મિલકતોના ટેક્સની વસુલાતને લઇને શાસક અને વિપક્ષ આમને સામને આવી ગયા હતા. ભાજપના કોર્પોરેટર કશ્યપ શુક્લએ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરને બજેટ તો દૂરની વાત તમારૂ ઘરમાં પણ નથી ચાલતું કહી અપમાન કરતા કોંગ્રેસના કોર્પોરેટરોએ ઉગ્ર બોલાચાલી કરી હતી. કોંગ્રસના કોર્પોરેટરો અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. હોબાળો થતા જ સામાન્ય સભામાં તડાપીટ બોલી હતી.
હોબાળો થતા જ કશ્યપ શુક્લએ યુ ટર્ન માર્યો
કશ્યપ શુક્લની કોમેન્ટ બાદ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોએ તેનો ઘેરાવ કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસના મહિલા પ્રમુખ ગાયત્રીબાએ જણાવ્યું હતું કે, કશ્યપ શુક્લના નિવેદનને લઇને રાજ્યભરમાં મહિલાઓ દેખાવો કરી વિરોધ પ્રદર્શન કરશે. કશ્યપ શુક્લના નિવેદન બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આથી કશ્યપ શુક્લએ યુ ટર્ન મારી જણાવ્યું હતું કે, મેં જાગૃતિબેનને આવું કહ્યું નથી. મેં એમ કહ્યું હતું કે, મારૂ પણ ઘરમાં ચાલતું નથી અને કોઇનું પણ ઘરમાં ચાલતું નથી. તેમ બજેટમાં કોઇનું ન ચાલે. આ અંગે મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ અલગ અર્થ કાઢી રહ્યા છે. આમ મેયરે પણ કશ્યપ શુક્લની તરફદારી કરી હતી. બજેટમાં ખાનગી શાળા અને કોલેજોને વેરામાં રાહત આપવામાં આવી હતી. આથી ખાનગી શાળા અને કોલેજોને ખટાવવા સત્તાધીશો દ્વારા વેરાનું ભારણ ઘટાડ્યાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો.
‘બજેટ દૂરની વાત તમારૂ ઘરમાં ન ચાલે’ તેવું ભાજપ કોર્પોરેટરે કોંગ્રેસના મહિલા કોર્પોરેટરને કહેતા મનપામાં હોબાળો was originally published on News4gujarati