• બજેટની ચર્ચામાં સવાલો ઉઠાવતાંની સાથે  જવાબ આપવા ભાજપના કાઉન્સિલરો તલપાપડ
  • મેયરે વિપક્ષ બોલે પછી સભાસદ બોલે તેવી સૂચના આપતાં મામલો થાળે પડ્યો

પાલિકાના વર્તમાન બોર્ડની છેલ્લી બજેટ સભાના પહેલા દિવસે જ વિપક્ષ અને સત્તાધારી પાંખ વચ્ચે ચકમક ઝરી હતી અને વિપક્ષે સભાગૃહના ફલોર પર બેસી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
મેયર ડો.જિગીષા શેઠના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં સ્થાયી સમિતિના અધ્યક્ષ સતીષ પટેલે વર્ષ 2019-20નું રિવાઇઝડ અને વર્ષ 2020-21નું રૂા.3769.17 કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કરીને કરકસર યુક્ત વહીવટની વખાણ કરવાની સાથોસાથ વિપક્ષની કામગીરી પણ બિરદાવી હતી. બજેટ સભાના બીજા સત્રમાં બાળુ સુર્વેએ વરસાદી પાણીના નિકાલની કામગીરીનો ઉલ્લેખ બજેટમાં ન હોવાની ટકોર કરતાં ભાજપના ગોપાલ ગોહિલે વિકાસના કામો કંડારાયેલા હોવાનો ઉલ્લેખ કરતાં શાબ્દિક તડાફડી થઇ હતી.

શાહિનબાગ અને દિલ્હી મામલે શહરી બગ
કોંગ્રેસના અનિલ પરમારે સરદાર એેસ્ટેટ પાસેની ડ્રેનેજ લાઇનની કામગીરી માત્ર ચોપડીમાં હોવાનો ઉલ્લેખ કરતાં ભાજપના અજીત દાધિચે સરદાર એસ્ટેટ પાસે 2 કરોડના ખર્ચે કામગીરી કરાઇ હોવાનો દાવો કર્યો હતો. આ રજૂઆાતમાં અન્ય કાઉન્સિલરો જોડાતા હોબાળો મચી ગયો હતો અને તેના કારણે કોંગ્રેસ-ભાજપ સામસામે આવી ગયુ હતુ. જેના વિરોધમાં, કોંગ્રેસે દબાવવાની વાત ના કરો તેવો આક્રોશ વ્યકત કરીને સભાગૃહમાં નીચે બેસી ગયા હતા. જોકે, મેયરે વિપક્ષ બોલે પછી જ સભાસદ બોલે તેવી સૂચના આપતા મામલો થાળે પડયો હતો. મોડી રાત સુધી ચાલેલી સભામાં શાહિનબાગ અને દિલ્હી ચૂંટણી મામલે પણ વાકયુધ્ધ છેડાયુ હતુ.

ઢંગધડા વિનાનાં ઉદાહરણોમાં સમય વેડફ્યો
મનીષ પગારે સભામાં બોલતા જણાવ્યું હતું કે, છત્રપતિ શિવાજીની બુધવારે જન્મજયંતિ છે અને જાણતા રાજાનંુ બિરુદ ધરાવે છે. જાણતા રાજા એટલે જયાં રાજ કરતાં હોય તે રાજયની તમામ પ્રજાની માહિતીની જાણકારી હોય અને કામ કરતાં હોય અને આ બજેટ પણ જાણતા રાજા જેવુ છે. આ દલીલ સામે આરએસપીના રાજેશ આયરેએ અસંમતિ દર્શાવતા જણાવ્યું હતું કે, છત્રપતિ શિવાજીના રાજમાં મંદિરો તૂટયા ન હતા અને આ વહીવટને છત્રપતિ શિવાજી સાથે સરખાવાય નહીં.

જન્મ મરણ, આકારણીનું વિકેન્દ્રીકરણ કરો
સ્થાયીના અધ્યક્ષે જણાવ્યું હતું કે, શહેરમાં 103 બગીચા છે અને બીજા 10ની કામગીરી ચાલી રહી છે. ગ્રીન બેલ્ટના પ્લોટનો ઉપયોગ તેના માટે કરવામાં આવી રહ્યો છે અને તેવા પ્લોટ ફરતે ફેન્સીંગ કરવામાં આવી છે. જોકે, ભાજપના પુરુષોત્તમ હેમનાનીએ ટીપી 5માં ગ્રીન બેલ્ટના પ્લોટમાં દબાણ છે અને 1 વર્ષથી દબાણ દુર થતા નથી. હસમુખ પટેલે પણ જન્મ મરણ, આકારણીની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરવાની હિમાયત કરી હતી અને 50 હજારથી વધુ મિલકતો આકારણી વગરની તેમજ કેટલાક કોન્ટ્રાકટ નુકશાન કરે છે તેવી ટીકા કરી હતી. ચૈતન્ય દેસાઇએ ડ્રેનેજની તકલીફ નિવારવાની માંગ કરી હતી.

બજેટ સભામાં વિપક્ષી સભ્યોને બોલતા અટકાવાતા ફલોર પર બેસીને વિરોધ was originally published on News4gujarati