- કંપનીએ આ ફોન 8 GB રેમ અને 128 GB સ્ટોરેજના સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે
- ફોનનું વેચાણ 24 ફેબ્રુઆરીથી શરૂ થશે
- યુઝરને બેટરી 4500mAhની બેટરી મળશે
સાઉથ કોરિયન કંપની સેમસંગે ભારતમાં ગેલેક્સી A71 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોનને A70ના અપગ્રેડ વર્ઝન તરીકે માર્કેટમાં ઉતાર્યો છે. તેમાં ઇન્ફિનિટી-ઓ ડિસ્પ્લે મળશે. ફોનમાં યુઝરને ફોટોગ્રાફી માટે 4 રિઅર કેમેરા મળશે. કંપનીએ ફોનમાં ભારતીયોને ધ્યાનમાં રાખીને ફીચર આપ્યા છે. વિયેતનામમાં આ ફોન બે વેરિઅન્ટમાં લોન્ચ થયો છે, જ્યારે ભારતમાં તે સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ થયો છે.
ભારતમાં ગેલેક્સી A71ને સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. તેમાં 8 GB રેમ અને 128 GB સ્ટોરેજ મળશે. આ ફોન પ્રિઝ્મ બ્લેક, પ્રિઝ્મ ક્રશ સિલ્વર, પ્રિઝ્મ ક્રશ બ્લૂ કલરમાં ઉપલબ્ધ છે. તેનું વેચાણ 24 ફેબ્રુઆરીથી શરૂ થશે. ગ્રાહકો આ ફોનને સેમસંગ ઓપેરા હાઉસ,સેમસંગ ડોટ કોમ સહિત અન્ય મોટા ઓનલાઇન પોર્ટલ પરથી ખરીદી શકાશે.
ગેલેક્સી A71 સ્માર્ટફોનનાં સ્પેસિફિકેશન
ડિસ્પ્લે સાઈઝ | 6.7 ઈંચ |
ડિસ્પ્લે ટાઈપ | ફુલ એચડી પ્લસ, (1080×2400 પિક્સલ) સુપર EMOLED, ઇન્ફિનિટી-ઓ |
સિમ ટાઈપ | ડ્યુઅલ નેનો સિમ |
રેમ | 8 GB |
સ્ટોરેજ | 128 GB |
એક્સપાન્ડેબલ | 512 GB |
OS | એન્ડ્રોઇડ 10 |
પ્રોસેસર | કવૉલકોમ સ્નેપડ્રેગન 730 ઓક્ટા-કોર |
રિઅર કેમેરા | 64 MP(પ્રાઈમરી)+12 MP(અલ્ટ્રા-વાઈડ)+5 MP(ડેપ્થ સેન્સર)+ 5 MP(મેક્રો લેન્સ) |
ફ્રન્ટ કેમેરા | 32 MP |
બેટરી | 4500mAh વિથ 25W ફાસ્ટ સપોર્ટ |
કનેક્ટિવિટી | 4G, વાઈ-ફાઈ બ્લુટૂથ, જીપીએસ, યુએસબી ટાઈપ-સી પોર્ટ |
સિક્યોરિટી | ઈન-ડિપ્સલે ફિંગરપ્રિન્ટ સેન્સર |
ભારતીયોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરેલો ગેલેક્સી A71 સ્માર્ટફોન લોન્ચ, કિંમત 30 હજાર રૂપિયા was originally published on News4gujarati