શિવરાત્રિએ તાંબાના લોટામાં ગંગાજળ, ચોખા અને સફેદ ચંદન મિક્સ કરીને શિવલિંગ ઉપર ૐ નમઃ શિવાય મંત્રોચ્ચાર સાથે અર્પણ કરો

શુક્રવાર, 21 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે. આ દિવસે શિવજી, માતા પાર્વતી, ગણેશજી, કાર્તિકેય સ્વામી અને નંદીની વિશેષ પૂજા કરવી જોઇએ. ભગવાનની પ્રસન્નતા માટે વ્રત કરવામાં આવે છે. પૂજામાં અનેક પ્રકારની વસ્તુઓ સાથે ફૂલ અને પાન પણ શિવલિંગ ઉપર ચઢાવવા જોઇએ. મોટાભાગના લોકો શિવલિંગ ઉપર ધતૂરો અને બીલીપાન ચઢાવે છે, તેમણે સમડા(શમી)ના પાન પણ શિવલિંગ ઉપર ચઢાવવા જોઇએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે શિવપૂજામાં ફૂલ-પાનનું વિશેષ મહત્ત્વ છે. આ લેખમાં જાણો સમડાના પાન સાથે જોડાયેલી ખાસ વાતો….

સમડાના પાનનું ખૂબ જ વધારે મહત્ત્વ છે. આ વૃક્ષ પૂજનીય અને પવિત્ર છે. ઘરમાં સમડાનું વૃક્ષ વાવવાથી શનિના બધા જ દોષથી મુક્તિ મળી શકે છે. સમડાના પાન શિવલિંગ ઉપર ચઢાવવાથી સૌભાગ્યની કામના પૂર્ણ થઇ શકે છે. શિવરાત્રિએ સવારે શિવ મંદિર જવું અને તાંબાના લોટામાં ગંગાજળ અથવા પવિત્ર જળમાં ગંગાજળ, ચોખા, સફેદ ચંદન મિક્સ કરીને શિવલિંગ ઉપર ૐ નમઃ શિવાય મંત્ર બોલીને અર્પણ કરો.

તાંબાના લોટાથી જળ ચઢાવ્યાં બાદ શિવલિંગ ઉપર ચોખા, બીલીપાન, સફેદ વસ્ત્ર, જનોઈ અને મીઠાઈ સાથે જ સમડાના પાન પણ ચઢાવવા જોઇએ. સમડાના પાન ચઢાવતી વખતે આ મંત્રનો જાપ કરો.

अमंगलानां च शमनीं शमनीं दुष्कृतस्य च।
दु:स्वप्रनाशिनीं धन्यां प्रपद्येहं शमीं शुभाम्।।

સમડાના પાન ચઢાવ્યાં બાદ શિવજીને ધૂપ, દીપ અને કપૂરથી આરતી કરી પ્રસાદ ગ્રહણ કરો. આ પ્રકારે પૂજા કરવાથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવાની કામના પૂર્ણ થઇ શકે છે.

મહાશિવરાત્રિ – શિવલિંગ ઉપર ધતૂરો, બીલીપત્ર સાથે શમી વૃક્ષના પાન વિશેષરૂપથી ચઢાવો, શનિદોષથી મુક્તિ મળશે was originally published on News4gujarati