• CCTVમાં દેખાતું પશુ દીપડો કે અન્ય પ્રાણી તે અંગે તર્ક વિતર્ક, અધિકારીઓ નથી ઓળખી શકતા
  • દીપડો છે કે નહીં એ અંગે સ્પષ્ટતા નહીં થતા લોકોમાં ભય, પાર્કમાં મુલાકાતીઓ આવશે કે નહીં તે અંગે સવાલ

રાજકોટ પ્રદ્યુમન પાર્કમાં રવિવારે દીપડાએ હરણને ફાડી ખાધું હતું. ત્યારબાદ મુલાકાતીઓ માટે ઝૂ તાત્કાલિક બંધ કરી દેવાયું હતું અને દીપડાને પકડવા જંગલખાતાની ટીમ ઉતરી હતી. જો કે ગઇકાલે CCTV સામે આવતા દીપડો જ હતો તે અંગે તર્ક વિતર્ક સર્જાયા હતા. દીપડો છે કે શ્વાન છે કે અન્ય પ્રાણી છે તે અંગે જંગલખાતું કે ખુદ ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ કોઇ સ્પષ્ટ કહી શકતું નથી. દીપડો છે કે નહીં તે અંગે સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી મુલાકાતીઓ સહિત આજુબાજુના વિસ્તારમાં ભય યથાવત છે.
આજથી ઝૂ ખુલ્લું મુકાયું છે તેમાં મુલાકાતીઓ આવશે કે નહીં તે અંગે મોટો સવાલ છે.

રાજકોટ – પ્રદ્યુમન પાર્કમાં દીપડાના ત્રીજા દિવસે કોઇ સગડ નહીં, આજથી ઝૂ લોકો માટે ખુલ્લું મુકાયું was originally published on News4gujarati