દીકરીને ફાંસો ખાધેલી હાલતમાં જોતા જ માતા ચોંકી ઉઠી

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પૂર્વે ધો-10ની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થિનીએ પરીક્ષાના ટેન્શનમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.
પરીક્ષાની તૈયારી પૂરી થઇ ન હોવાથી ડિપ્રેશનમાં હતી
વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારના સ્વામીનારાયણ મંદિર પાસે સોના એન્કલેવમાં રૂશીતા શિતલભાઇ પટેલ (16) પરિવાર સાથે રહેતી હતી. આગામી માર્ચ માસમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની લેવાનારી પરીક્ષામાં રૂચિતા પણ ધો-10ની પરીક્ષા આપવાની હતી. પરંતુ પરીક્ષાના દિવસો નજીક હોવાથી અને પરીક્ષાની તૈયારી પૂરી થઇ ન હોવાથી ડિપ્રેશનમાં આવી ગઇ હતી. જેના કારણે તેણે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
રૂશીતાના પિતા એન્જિનિયર છે અને માતા ટીચર તરીકે ફરજ બજાવે છે

બનાવની જાણ ફતેગંજ પોલીસને થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને લાશનો કબજો લઇ પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં રૂશીતા પટેલે બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે. રૂશીતાના પિતા એન્જિનિયર છે. અને માતા ખાનગી સ્કૂલમાં ટીચર તરીકે ફરજ બજાવે છે. રૂશિતાના માતા સાંજે 6 વાગે ઘરે આવતા દીકરીને ફાંસો ખાધેલી હાલતમાં જોતા ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન તેમણે પતિ અને પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરામાં બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં ધો-10ની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો was originally published on News4gujarati