જેલ જડતી સ્ક્વોડની ટીમ દ્વારા નવી જેલમાં હાઇસિક્યુરિટી ઝોનમાં તપાસ કરી હતી

સાબરમતી જેલમાંથી ખંડણીખોર વિશાલ ગોસ્વામીના ખંડણીના નેટવર્કના પર્દાફાશ બાદ જેલતંત્રએ ઓપરેશન ક્લીનપ શરૂ કર્યું છે. સાબરમતી જેલમાં હાઈસિક્યુરિટી ઝોનમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો છે. માથાભારે આરોપી સહદેવસિંહ તોમરની બેરેકમાં ગટરલાઈનમાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી ફોન મળી આવ્યો છે. જેલ જડતી સ્ક્વોડની ટીમ દ્વારા નવી જેલમાં હાઇસિક્યુરિટી ઝોનમાં તપાસ કરી હતી. સહદેવસિંહની બેરેકમાં ગટરલાઈનના ખાડામાં તપાસ કરતા પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી જેમાં એક સાદો ફોન અને ચાર્જર મળી આવતા રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

સાબરમતી જેલમાં હાઇસિક્યુરિટી ઝોનમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો, ગટરમાં પ્લાસ્ટિકની થેલીમાં સંતાડયો હતો was originally published on News4gujarati