અમદાવાદ: સરદાર પટેલ રિંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલ પાસે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આકાર પામનાર વિશ્વના સૌથી ઉંચા અને ભવ્ય એવા ઉમિયા માતાજીના મંદિરનો 28 અને 29 ફેબ્રુઆરીએ શિલાન્યાસ કરવામાં આવશે.આ મંદિરનું 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. આ શિલાન્યાસ સમારોહમાં સંતો, મહંતો અને પાટીદાર અગ્રણીઓ સામેલ થશે. બે દિવસના આ સમારોહમાં રાજ્ય અને વિશ્વમાંથી ઉમિયા માતાના લાખો ભક્તો ઉમટી પડશે. તેની સાથે સાથે જગદગુરુ રામાનંદાચાર્ય સ્વામી રામભદ્રાચાર્યજી, અવિચલદાસજી, જગદગુરુ શંકરાચાર્ય વિજેન્દ્ર સરસ્વતીજી, દિલીપદાસજી મહારાજ, વિશ્વંભર ભારતી મહારાજ સહિતના સંતો પધારશે.

આ ઉપરાંત ઉમિયા માતાજીના મંદિરની બાજુમાં મંદિર અને સરકારના સંયુક્ત સંકલનથી વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યુઝિયમ બનશે. જેમાં લુપ્ત થતા 3000 વૃક્ષો રોપવામાં આવશે.

અમદાવાદમાં 1000 કરોડના ખર્ચે ઉમિયા માતાજીનું મંદિર બનશે, 28-29 ફેબ્રુ.એ શિલાન્યાસ was originally published on News4gujarati