અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની સોમવારે અમદાવાદની મુલાકાતને લઇ આજથી પોલીસ બંદોબસ્ત શરૂ થઇ ગયો છે. બુધવારે મોડી સાંજ સુધીમાં બહારગામથી બંદોબસ્તમાં આવનારા પોલીસકર્મીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. બહારગામથી આવેલા પોલીસકર્મીઓને મોટેરા, સાબરમતી, એરપોર્ટની આસપાસ આવેલી વાડીઓ, મ્યુનિ કોમ્યુનિટી હોલ અને કેટલીક શાળાઓમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમમા બંદોબસ્ત માટે આવેલી મહિલા પોલીસકર્મીઓને આશારામ આશ્રમ પાસે આવેલી મુકબધીર શાળામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
જેથી 24 ફેબ્રુઆરી રાત સુધી તમામ પોલીસ બંદોબસ્તમાં રહેશે.
20000થી વધુ પોલીસકર્મીઓને બંદોબસ્તના પોઇન્ટ ફાળવી દેવાયા
બહારગામથી આવેલા પોલીસકર્મીઓના રહેવા અને જમવાની ખાસ વ્યવસ્થા અમદાવાદ પોલીસ તરફથી કરવામાં આવી છે. ચાર દિવસ માટે પોલીસકર્મીઓને બંદોબસ્તની જગ્યા પર જ ફૂડ પેકેટ ફાળવવામાં આવશે. 20000 જેટલા પોલીસકર્મીઓને આજથી બંદોબસ્તના પોઇન્ટ ફાળવી દેવામાં આવ્યા છે. 23મી રાત સુધી બે શિફ્ટમા પોઇન્ટ ફાળવવામાં આવ્યા છે. 24મીએ આખો દિવસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. રોડ બંદોબસ્ત, એરપોર્ટ, મોટેરા સ્ટેડિયમ અને ગાંધીઆશ્રમમાં બંદોબસ્ત આજથી જ લાગુ કરી દેવાયો છે.

આજથી પોલીસ બંદોબસ્ત શરૂ, બહારગામથી આવેલા પોલીસકર્મીઓ માટે એરપોર્ટ, સ્ટેડિયમ નજીક રહેવાની સુવિધા was originally published on News4gujarati