- 1000 વાહનો,બોમ્બ સ્ક્વોડ,હાઇ સિક્યુરીટીવાન,ફેસ રેકગ્નાઇઝ કેમેરા વાન,બોમ્બ ડિસ્ફ્યુઝલ રોબર્ટ પણ 22 કીમીના માર્ગમાં હશે
- સ્ટેડિયમમાં હાજર રહેનાર લોકો માટે 15 હજાર જેટલા પાણીના જગ મુકવામાં આવશે
અમદાવાદના મહેમાન બનનાર અમેરીકાના રાષ્ટ્રપ્રમુખની આગતા સ્વાગતા માટે તંત્ર દ્વારા એડીચોટીનુ જોર લગાવી દીધુ છે. ટ્રમ્પ અને મોદીનો 22 કીમી લાંબા રોડ શો દરમિયાન રસ્તાની બન્ને બાજુ બેરીકેટ લગાવવામાં આવશે. જેમાં મોદી અને ટ્રમ્પને આવકારવા લોકો ઉભા રહેશે, એક અંદાજ પ્રમાણે રોડ શોમાં અંદાજે 1 લાખ લોકો હાજર રહેશે જ્યારે સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર આમંત્રિતો હશે. સમગ્ર માર્ગ અને સ્ટેડિયમ સુધીમાં 25,000 પોલીસકર્મીઓ હશે. આ વખતે કેન્દ્રીય ગૃહ વિભાગ તરફથી ખાસ ગેજેટ પણ આ રોડ શો દરમિયાન હશે તેમ માનવામાં આવશે.
સ્ટેડિયમમાં 3 લાખ લિટર પીવાનું પાણી લવાશે
સ્ટેડિયમમાં હાજર રહેનાર લોકો માટે 15 હજાર જેટલા પાણીના જગ મુકવામાં આવશે. માત્ર સ્ટેડિયમમાં જ 3 લાખ લિટર જેટલું પાણી પીવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાવવામાં આવશે. ઉપરાંત રોડ શોમાં કલાકારો અને આયોજકો માટે 60 હજારથી વધુ ફૂડ પેકેટ તૈયાર કરાયા છે. જેના માટે 60 અલગ કાઉન્ટરો પણ ફાળવવામાં આવશે. સ્ટેડિયમ અને એરપોર્ટ તેમજ રોડ બંદોબસ્તમાં હાજર 15 હજારથી વધુ પોલીસ કર્મીઓને અમદાવાદ પોલીસ તરફથી 4 દિવસ ફૂડ પેકેટ આપવામાં આવશે.
22 કિમીના રોડ શોમાં અંદાજીત 3 લાખ જેટલા લોકો હશે
અમદાવાદમાં અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાના 22 કિમી માર્ગ પર ઐતિહાસિક રોડ શો કરવાના છે અને રોડ શોના અંતે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમમાં એક લાખ લોકોની વચ્ચે પહોંચશે. આ સમગ્ર આયોજન દરમિયાન 22 કિમીના રોડ શોમાં અંદાજીત 3 લાખ જેટલા લોકો હશે તેમજ 25,000 પોલીસ અને અન્ય વ્યવસ્થામાં જોડાયેલા લોકો પણ જોડાશે. ગુપ્તચર તંત્ર દ્વારા રોડ શોમાં 2 લાખથી 3 લાખ સુધી લોકો રસ્તા પર હોઇ શકે છે જ્યારે સ્ટેડિયમમાં તમામ આમંત્રીતો હાજર રહે તો સ્ટેડીયમમાં 1 લાખ લોકો હાજર હશે.
ટ્રમ્પ અને મોદીના રોડ શો અને સ્ટેડિયમ સુધી પોલીસ સહિત વધુમાં વધુ અઢી લાખ લોકો જોડાઇ શકશે was originally published on News4gujarati