અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને પગલે સુરક્ષાના ભાગરૂપે મોટેરા સ્ડેટિયમ અને રોડ શોના રૂટ પર સ્નાઈપર્સ ગોઠવવામાં આવશે. આ માટે એસપીજીના ડીઆઈજી રાજીવ રંજન ભગતે મોટેરા સ્ટેડિયમમાં વિવિધ એજન્સીઓ સાથે સંયુક્ત મિટીંગ કરી હતી.

જેમાં સ્નાઈપર્સ ક્યાં ક્યાં ગોઠવવા તેનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. તેનો એક રિપોર્ટ તૈયાર થશે. જેને આધારે સિક્રેટ એજન્સી સ્નાઈપર્સ ક્યાં ગોઠવવા તેનો નિર્ણય લેશે.

ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષાના ભાગરૂપે મોટેરા સ્ડેડિયમ અને રોડ શો દરમિયાન વિવિધ ઠેકાણે સ્નાઈપર્સ ગોઠવવામાં આવશે.

19 ફેબુ્રઆરી 2020ના રોજ એસપીજીના ડીઆઈજી રાજવ રંજન ભગતે મોટેરા સ્ટેડિયમમાં એક સંયુક્ત મિટીંગનું આયોજન કર્યું હતું. જેમાં એનએસજી. પીડબલ્યુડી, મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર સહિતની એજન્સીઓ સાથે મિટીંગ કરવામાં આવી હતી.

આ મિટીંગમાં મોટેરા સ્ટેડિયમ અને રોડશોના રૂટ પર ક્યાં ક્યાં સ્નાઈપર્સ ગોઠવવા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. સ્નાઈપર્સ ક્યાં ક્યાં ગોઠવવા તે નક્કી કર્યા બાદ તેનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટને આધારે સિક્રેટ એજન્સી ક્યાં ક્યાં સ્નાઈપર્સ ગોઠવવા તેનો ફાઈનલ રિપોર્ટ તૈયાર કરશે.

મોટેરા મુલાકાત રોડ શો દરમિયાન લશ્કરના હેલિકોપ્ટર પેટ્રોલિંગ કરશે

ટ્રમ્પનો રોડ શો અને મોટેરા મુલાકાત પુરી નહી થાય ત્યાં સુધી લશ્કરના હેલીકોપ્ટરો આકાશમાં સતત પેટ્રોલિંગ કરશે.આ અંગે એરફોર્સ સાથે મિટીંગો ચાલી રહી છે.

ટ્રમ્પ-મોદીના વાહનનો કાફલો પોણો કિલોમીટર લાંબો હશે

ટ્રમ્પ અને મોદીના રોડ શોમાં અનેક વાહનોનો કાફલો હશે. જેમાં ટ્રમ્પની કાર સાથે અમેરિકન એજન્સીઓના અંદાજે 40 જેટલા વાહનો હશે. જ્યારે 15 જેટલા પોલીસના વાહનો હશે. આમ રોડ શો દરમિયાન પોણો કિલોમીટરના વિસ્તારમાં પંચાવન જેટલા વાહનો એક સાથે પસાર થશે.

મોટેરા સ્ટેડિયમની આસપાસ ઘોડેસ્વાર પોલીસ ફરજ બજાવશે

ટ્રમ્પની મોટેરા મુલાકાત દરમિયાન ઘોડા પોલીસ પણ નજરે ચડશે. મોટેરા સ્ટેડિયમની બહાર ઘોડા પર સજ્જ પોલીસ પેટ્રોલિંગ કરતી નજરે ચડશે.

થ્રી લેયર સિક્યુરિટીમાં કોણ કોણ ફરજ બજાવશે

ડોનાલ્ડ ટ્રમ્પ માટે થ્રી લેયર સિક્યુરિટીની જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ફર્સ્ટ લેયરમાં અમેરિકાની સિક્રેટ એજન્સી અત્યાઝુનિક સાધનોથી સજ્જ હશે. સેકન્ડ લેયરમાં એસપીજી અને એનએસજીના કમાન્ડો શસ્ત્રો સાથે ફરજ બજાવશે. જ્યારે થર્ડ લેયરમાં ક્રાઈમ બ્રાંચ પોલીસ ગોઠવાયેલી હશે.

સ્નાઈપર્સ ક્યાં ક્યાં ગોઠવવા તે સિક્રેટ એજન્સી નક્કી કરશે was originally published on News4gujarati