- જાફરાબાદ, મૌજપુર અને ભજનપુરામાં CAA સમર્થક અને વિરોધીઓ વચ્ચે પથ્થરમારો
- દિલ્હી પોલીસે લોકોને ઘરમાં રહેવા અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી
- ડીએમઆરસીએ ટેમ્પરરી મૌજપુર અને બાબરપુર મેટ્રો સ્ટેશન બંધ કર્યા
- જાફરાબાદ-મૌજપુર સહિત 10 વિસ્તારોમાં કલમ 144 લાગૂ, 5 મેટ્રો સ્ટેશન બંધ
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો (CAA)ના વિરોધ પ્રદર્શન દરમિયાન સોમવારે બીજા દિવસે પણ બે જૂથ વચ્ચે હિંસક પ્રદર્શન થયા હતા. ઉત્તર-પૂર્વી દિલ્હીમાં પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ પથ્થરમારો કર્યો હતો અને વાહનોમાં આગ લગાવી હતી. પોલીસે ભીડને કાબુમાં કરવા ટીયર ગેસ છોડવા પડ્યા હતા. આ દરમિયાન પથ્થમારામાં ઘાયલ ગોકલપુરી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રતનલાલનું મોત થઈ ગયું છે. જ્યારે શહાદરાના ડીસીપી અમિત શર્મા હોસ્પિટલમાં દાખલ છે. તેમની ગાડીને પણ આગ લગાવી દેવામાં આવી છે. પોલીસે મૌજપુર, કર્દમપુરી, ચાંદ બાગ, યમુના વિહાર, ભજનપુરા અને દયાલપુર સહિત 10 વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પનું રોકાણ ચાણક્યપુરી સ્થિત ITC મૌર્યા હોટલમાં કરવામાં આવ્યું છે. જે વિસ્તારમાં હિંસા ભડકી છે તે અહીંથી 20 કિલોમીટરના અંતરે છે. આ ઘટનામાં એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે જેને ગોળી વાગી હતી.
કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે પરિસ્થિતિને કાબૂ કરવા માટે વધારે સુરક્ષાકર્મી તહેનાત કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે હેડ કોન્સ્ટેબલના હત્યારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે જાફરાબાદ, મૌજપુર સહિત આસપાસના વિસ્તારમાં CAA સમર્થક અને વિરોધી સામ-સામે આવી ગયા હતા. બંને તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ઘણી ગાડીઓમાં આગ લગાવી હતી. મૌજપુરમાં એક ગોડાઉનમાં પણ આગ લગાવવામાં આવી છે. જ્યારે ભજનપુરામાં એક પેટ્રોલ પમ્પને પણ આગ લગાવાવમાં આવી છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધસૈન્ય તહેનાત કરવામાં આવ્યું છે. જ્યારે ડીએમઆરસીએ મૌજપુર અને બાબરપુર મેટ્રો સ્ટેશન બંધ કરાવ્યા છે.
ટ્રમ્પ જ્યાં રોકાશે ત્યાંથી 20 કિમી દૂર બે જૂથ વચ્ચે હિંસા, હેડ કોન્સ્ટેબલ અને એક નાગરિકનું મૃત્યુ, પોલીસ ઘટનાસ્થળે was originally published on News4gujarati