ટ્રમ્પ અને મેલેનિયા એરપોર્ટથી રોડ શો કરી ગાંધી આશ્રમ પહોંચ્યા છે. એરપોર્ટ પર નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ ટ્રમ્પ પરિવારનું સ્વાગત કર્યું હતું. ત્યારે બાદ ગાંધી આશ્રમમાં પણ નરેન્દ્ર મોદીએ ખાદીનો ખેસ પહેરાવી ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. મોદી પોતે ગાઈડ બની ટ્રમ્પ દંપત્તીને હ્રદયકુંજ લઈ ગયા હતા. હ્રદયકુંજમાં ટ્રમ્પ-મેલેનિયાને ચરખો કાંતતા શીખવ્યો હતો. ટ્રમ્પ-મેલેનિયાએ આશ્રમમાં ગાંધીજીની તસવીરને સૂતરની આંટી પહેરાવી વંદન કરી હતી.

નમસ્તે ટ્રમ્પ – ગાંધી આશ્રમમાં મોદી ટ્રમ્પ-મેલેનિયાના ગાઈડ બન્યા, દંપતીને ચરખો કાંતતા શીખવ્યો​​​​ was originally published on News4gujarati