નમસ્તે ટ્રમ્પ – માનવ મહેરામણથી ખીચોખીચ સ્ટેડિયમને જોઇ ટ્રમ્પની દીકરી પોતાને રોકી ન શકી, ઇવાન્કાએ સેલ્ફી લીધી


ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર આજે અમદાવાદની મુલાકાતે આવ્યું હતું. એરપોર્ટથી ગાંધી આશ્રમ અને ત્યારબાદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં પરિવાર પહોંચ્યો હતો. માનવ મહેરામણથી ખીચોખીચ ભરેલા સ્ટેડિયમને જોઇને ટ્રમ્પ પરિવાર પ્રભાવિત થયું હતું. યુએસના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પણ પોતાના ભાષણમાં ઉપસ્થિત જનમેદનીનો આભાર માન્યો હતો. તો ઇવાન્કા ટ્રમ્પે પણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અદ્ભુત કાર્યક્રમ કહ્યું હતું. ઇવાન્કા જ્યારે સ્ટેડિયમ પહોંચી ત્યારે દર્શકો અને મહાનુભાવો તેની સાથે એક તસવીર ખેંચાવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. ઇવાન્કાએ પણ બધા સાથે તસવીર ખેંચાવી હતી અને ખીચોખીચ ભરેલા સ્ટેડિયમને સેલ્ફીમાં કેદ પણ કર્યું હતું.

નમસ્તે ટ્રમ્પ – માનવ મહેરામણથી ખીચોખીચ સ્ટેડિયમને જોઇ ટ્રમ્પની દીકરી પોતાને રોકી ન શકી, ઇવાન્કાએ સેલ્ફી લીધી was originally published on News4gujarati

Comments are closed.

Blog Stats

  • 517,421 hits
%d bloggers like this: