મોટેરા સ્ટેડિયમ ખાતે મોદી અને ટ્રમ્પ કાર્યક્રમના એન્ટ્રી ગેટ પાસે ઝૂંપડામાં આગ લાગી


બે ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી જઈ આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી રહ્યા છે

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાફલો જે ગેટથી મોટેરા સ્ટેડિયમમાં પ્રવેશ કર્યો તે ગેટ પાસે આવેલા ઝૂંપડામાં આગ લાગી છે. આગની ઘટનાને પગલે બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા છે.
સ્ટેડિયમથી 400 મીટર દૂર બનાવ
મોટેરા ખાતે વણઝારાના ઝાપરામાં આવેલા એક મકાનમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ મકાન મોટેરા સ્ટેડિયમથી માત્ર 400 મીટર દૂર હોવાનું જાણવા મળે છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

મોટેરા સ્ટેડિયમ ખાતે મોદી અને ટ્રમ્પ કાર્યક્રમના એન્ટ્રી ગેટ પાસે ઝૂંપડામાં આગ લાગી was originally published on News4gujarati

Comments are closed.

Blog Stats

  • 517,408 hits
%d bloggers like this: