- ટ્રમ્પે લતાબહેનને પૂછ્યું આમ કરતા રૂ તૂટે નહીં? તેનો જવાબ આપ્યો ના, વધારે મજબૂત થાય
- US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને હૃદયકુંજમાં બાપૂનો રેટિંયો કાંતતા લતાબહેન પરમાર શીખવ્યું
- સાબરમતી ગાંધી આશ્રમમાં ટ્રમ્પે પત્ની મેલાનિયા સાથે હૃદયકુંજની મુલાકાત લીધી હતી
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે ગાંધી આશ્રમમાં બાપૂના પ્રિય રેંટિયોને જોઈને આશ્ચર્ચમાં હતા. તેના રૂને કેવી રીતે કાંતવો તે સમજ ન પડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશ્રમમાં હાજર કોમ્યુનેટર લતાબહેનને બોલાવતા રેંટિયો કાંતીને ટ્રમ્પ દંપતીને બતાવ્યું હતું અને ડોનાલ્ડ ટ્રમ્પે રેંટિયો કાંત્યો હતો. લતાબહેન જણાવ્યું હતું કે, અમે અંદર ઊભા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે આવીને બતાવો અને મેં તેમને (રેંટિયો કાંતી) બતાવ્યું.
ટ્રમ્પનો ઈન્ડિયા રોડ શો
આજે બપોરે ઈન્ડિયા રોડ શો યોજીને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાબરમતીના તટે આવેલા ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. ત્યાં તેમનું સ્વાગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ હતું. દરમિયાન તેમણે હૃદયકુંજની મુલકાત લીધી હતી. જેમાં ટ્રમ્પે હૃદયકુંજમાં બાપૂના પ્રિય રેંટિયો કાંતવા પ્રયાસ કર્યો હતો. જોકે, રેંટિયા પાસે બેસેલા ટ્રમ્પ કુતૂહલપૂર્વક રેંટિયો જોયો હતો. જોકે, તેને કેવી રીતે કાંતવાનો તે ન આવડતું હોવાથી આશ્રમવાસી લતાબહેન પરમારે ટ્રમ્પને શીખવ્યું હતું.
લતાબહેને ટ્રમ્પના રેંટિયો કાંતવાની ઘટનાનું વર્ણન કર્યું
ગાંધી આશ્રમના કોમ્યુનેટર (ગાઈડ) લતાબહેન પરમારે જણાવ્યું હતું કે, અમે ચરખો અહીં મૂક્યો હતો જેથી કરીને તેઓ ફોટો પડાવી શકે. તેઓ પોતે બેઠા અને તેમના પત્નીએ જ્યારે (રેંટિયોને) આમ ફેરવ્યું ત્યારે રૂ આમ ફરતું હતું. ત્યારે તેમને આશ્ચર્ય થયું કે આ શું છે? પછી તેમણે જાણવા પ્રયત્ન કર્યો. એટલે અમને બોલાવ્યા અને અમે આવીને બતાવ્યું કે રૂમાંથી આવી રીતે દોરો થાય છે. તેમણે કહ્યું કે, તૂટે નહીં? (હાસ્ય સાથે) એમને આશ્ચર્ય થયું. અમે કહ્યું કે ના. ઉલ્ટાનું વધારે ફેરવીશું તો વધુ મજબૂત થશે. એમણે મજાકમાં કહ્યું, હું તો બેસીશ તો મારાથી તૂટી જશે.
ટ્રમ્પ અમેરિકાથી સીધા અમદાવાદ
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની સાથે એરફોર્સ વનમાં આવી પહોંચ્યા હતા. એરપોર્ટથી ટ્રમ્પનો ઈન્ડિયા રોડ શો યોજાયો હતો. જેમાં નરેન્દ્ર મોદી જોડાયા હતા અને ટ્રમ્પના રોડ શો પહેલા તેઓ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમમાં ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું.
ટ્રમ્પને રેંટિયો કાતવાનું લતાબહેને શીખવ્યું
સાબરમતી આશ્રમમાં નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ દંપતીને બાપૂના હૃદય સમા હૃદયકુંજથી અવગત કર્યા હતા. ત્યારબાદ ત્યાં રાખેલા રેંટિયાને કાંતવા માટે અમેરિકી રાષ્ટ્રપ્રમુખને અવસર મળ્યો હતો. જો કે તેમને બેસવામાં થોડી તકલીફ પડી હતી. પરંતુ તેમણે બાપૂના પ્રિય રેંટિયાને કાંતવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. ટ્રમ્પને રેંટિયો કાંતવામાં સમજ ન પડતા ત્યાં હાજર આશ્રમવાસી લતાબહેને શીખવ્યું હતું. ત્યારબાદ ટ્રમ્પે રેંટિયો કાંત્યો હતો. વિદેશી કાપડ સામે બાપૂએ ચલાવેલા સ્વદેશી અપનાવોની ક્રાંતિથી અમેરિકી પ્રમુખને નરેન્દ્ર મોદીએ અવગત કર્યા હતા.
ટ્રમ્પ ગાંધી આશ્રમ જનાર પહેલા અમેરિકી રાષ્ટ્રપ્રમુખ
ટ્રમ્પ ભારત આવનારા 7મા યુએસ પ્રમુખ, પણ ગાંધીઆશ્રમ જનારા 1લા ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવેલા 7મા યુએસ પ્રેસિડેન્ટ છે. સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત કરનાર ટ્રમ્પ પ્રથમ અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ બન્યા છે. જો કે, તેમની ખાસિયત એ છે કે, તેઓ એવા પ્રથમ યુએસ પ્રમુખ છે કે જેઓ પોતાના કાર્યકાળ દરમિયાન અમદાવાદ આવ્યા છે અને ગાંધીઆશ્રમની પણ મુલાકાત લીધી છે. અગાઉ ડ્વાઈટ આઈસનહોવર (1959), રિચાર્ડ નિક્સન (1969), જીમી કાર્ટર (1978), બિલ ક્લિન્ટન (2000), જ્યોર્જ ડબલ્યુ બુશ (2006) તથા બરાક ઓબામા (2010 અને 2015) ભારત આવી ચૂક્યા છે. પરંતુ આમાંથી કોઈ કદી અમદાવાદ આવ્યું નહોતું. જ્યારે ટ્રમ્પ તો અમેરિકાથી રવાના થયા બાદ સીધા લેન્ડ જ અમદાવાદ એરપોર્ટ પર થયા છે અને ગાંધી આશ્રમ પણ ગયા છે.
સાબરમતી આશ્રમમાં ટ્રમ્પ – રેંટિયો જોઈ ટ્રમ્પ દંપતી અસમંજસમાં પડ્યું, PM મોદીએ લતાબહેનને કહ્યું તમે ચલાવીને બતાવો was originally published on News4gujarati