• મહુવા તાલુકાના તરકાણી ગામની સીમમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો
  • પરિવારના બે સભ્યના મોત, 7 માસના માસુમે પિતાની છત્રછાયા ગુમાવી

મહુવા તાલુકાના તરકાણી ગામની સીમમાં ગત 1 ફેબ્રુઆરીના રોજ લક્ઝરી બસના ચાલકે અન્ય બસને ઓવરટેક કરવાની લ્હાયમા રોંગ સાઈડે બસ હંકારી લાવી બે બાઈકને અડફેટમાં લઈ ગંભીર અકસ્માત સર્જી બસ રોડની સાઈડે ઉતારી ઝાડ સાથે અથડાવી દીધી હતી. આ અકસ્માતમાં બે યુવાનોનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે આ બે બાઈક પર સવાર અન્ય ચાર ઈસમો ગંભીર ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે મૃતકો પૈકી સત્યન પટેલની માતા પ્રતિમાબેન પટેલનું સારવાર દરમિયાન આજે મોત નિપજ્યું હતું.

ઘટના શું હતી?

મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર 1 ફેબ્રુઆરી 2020ને શનિવારે તરકાણી ગામની સીમમાં પટેલ ફળિયા નજીક લક્ઝરી બસ (GJ-01-DV-3786) ના ચાલકે સામે ચાલતી બસને ઓવરટેક કરવાની લ્હાયમાં રોંગ સાઈડે બસ હંકારી હતી. દરમિયાન સામેથી આવતી બે મોટરસાયકલને અડફેટમાં લઈ લીધી હતી. આ અકસ્માતમાં મહુવા તાલુકાના તરકાણી ગામે રહી વેહવલ ગામે કળિયા કામ માટે જઈ રહેલ બાઈક (GJ-19-BB-5374)ના ચાલક સત્યન હસમુખભાઈ પટેલ (ઉ.વ.27)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેમની સાથે બાઈક પર સવાર તેમના પિતા હસમુખ નગીનભાઈ પટેલ અને માતા પ્રતિમા પટેલને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે પ્રથમ અનાવલ સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે નવસારી ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પ્રતિમાં પટેલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

સ્થાનિકોએ બસ પર રોષ ઠાલવી બસના કાચો તોડી નાખ્યા હતા

અન્ય બાઈક (GJ-19-AF-3440) પર સવાર ગાંગડીયા દાઉતપોર ફળિયામાં રેહતા કિશોર ગમન પટેલને ગંભીર ઈજા પહોંચતા તેનું પણ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે આ બાઈક પર સવાર લાલજી છીમાભાઈ પટેલ ગંભીર રીતે ઘવાતા તેમને સુરત યુનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે અન્ય યુવક જીજ્ઞેશ કાન્તુભાઈ પટેલ પણ ગંભીર ઘવાતા તેમને નવસારી યસફિન હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત બાદ લક્ઝરી બસ ઝાડ સાથે અથડાઈ હતી અને ચાલક બસ મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ સ્થાનિકોએ બસ પર રોષ ઠાલવી બસના કાચો તોડી નાખ્યા હતા.

7 માસના માસુમે પિતાની છત્રછાયા ગુમાવી

લક્ઝરી બસની અડફેટે મોતને ભેટનાર તરકાણીના સત્યનના ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. ત્રણ વર્ષના લગ્ન જીવન દરમિયાન સત્યનને 7 માસનો દીકરો છે. જે પિતાને ઓળખેએ પહેલા જ પિતાએ અકસ્માતમાં જીવ ગુમાવતા માસુમે પિતાની છત્રછયા ગુમાવી હતી. સત્યન ઘરનો આધારસ્તંભ હતો બે બહેનનો એક લાડકવાયો ભાઈ હતો. દરમિયાન પરિવારે પ્રતિમાબેનને પણ ગુમાવતા શોકનો માહોલ છવાયો છે.

ઓવરટેકની લ્હાયમાં લક્ઝરી બસે રોંગસાઈડ પર આવી બે બાઈકને ઉડાવી, દીકરા બાદ માતાનું મોત was originally published on News4gujarati