• ગૃહકલેશથી કંટાળીને ગયેલી પત્ની પર પતિ અને દિયરે હુમલો કરી ઘાયલ કરી
  • કપાયેલા કાનનો ટુકડો બરણીમાં સાથે લઇ મહિલાને SSGમાં ખસેડાઇ, સર્જરી શક્ય ન બની

શહેરા પાસે આવેલા ગામમાં માતાના ઘરે ગૃહકલેશથી કંટાળીને ગયેલી પત્ની પર પતિ અને દિયરે હુમલો કરી ઘાયલ કરી હતી. પત્નીને માર મારી તેના કાને બચકું ભરીને કાન છુટો કરી દીધો હતો. ઘાયલ મહિલાને બચકુ ભરીને છુટા પાડી દેવાયેલી સાથે સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, 35 વર્ષિય કૈલાશબેન બારીયાના લગ્ન લુણાવાડાના માખલીયા ગામે થયા હતા. હાલ તેઓ શહેરા પાસે આવેલા નકુટીગામ ખાતે તેની માતાના ઘરે આવ્યા હતા. પતિ પત્ની વચ્ચે અવાર-નવાર થતા ઝગડાને કારણે કંટાળેલી પત્ની તેના પિયર આવી ગઇ હતી.

કાનનો ટુકડો સર્જરીથી જોડાઈ શકી નહીં
સોમવારે સવારે 10 વાગ્યાની આસપાસ કૈલાશબેનના પિયર તેનો પતિ અને દિયર પહોંચી ગયા હતા. પિયર પહોંચેલા પતિ અને દિયરે કૈલાશ જોડે બોલાચાલી શરૂ કરી દીધી હતી. બોલાચાલી થોડા સમયમાં ઉગ્ર બની હતી અને એક તબક્કે પતિ અને દિયરે કૈલાશને માર મારવાનું શરૂ કરી દીધું હતું . પતિએ માર મારતા ઉશ્કેરાયેલા દિયરે કૈલાશના કાન કરડી નાંખ્યો હતો. ઉહાપોહ થતા આસપાસના લોકોએ કૈલાશને પતિ અને દિયરથી છોડાવીન હતી અને કરડીને છુટ્ટો કરી નાંખેલો કાન લઇને ઘાયલ કૈલાશને સારવાર અર્થે પ્રથમ ગોધરા જનરલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાર બાદ કરડેલા કાનને બોટલમાં સાથે રાખીને કૈલાશને વધુ સારવાર અર્થે તેમને એસ.એસ.જી હોસ્પીટલ ખાતે રીફર કરવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેની ત્વરિત સારવાર ચાલુ રહી દીધી હતી. જો કે બોટલમાં લવાયેલો કાનનો ટુકડો સર્જરીથી ફરી જોડવું શક્ય બન્યું ન હતું.

કલેશથી કંટાળી પિયર જતી રહેલી ભાભીનો દિયરે કાન કરડી ખાધો was originally published on News4gujarati