સવારથી બેઠેલા લોકો ગરમી-પાણી વગર ત્રાસ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પ એક મંચ પર હતા. શરૂઆતમાં મોદીએ ટ્રમ્પનો આભાર માની ઈન્ટ્રોડક્ટરી સ્પીચ આપી હતી. ત્યારબાદ બરાબર 1.55 વાગે ટ્રમ્પની સ્પીચ શરૂ થઈ હતી. તેની પાંચ મિનિટમાં સ્ટેડિયમમાં બેઠેલી ચિક્કાર મેદની વેરવિખેર થવા લાગી હતી. સવારના 9 વાગ્યાના સ્ટેડિયમમાં આવીને ધોમધખતા તાપમાં બેઠેલા લોકો એક પછી એક ઊઠીને સ્ટેડિયમની બહાર જવા લાગ્યા હતા. મોટી સંખ્યામાં લોકો બહાર જતા પોલીસે તેમને અટકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ વધુ લોકો હોવાથી અંતે જવા દેવાયા હતા. કાર્યક્રમ પૂરો થતાં 5 મિનિટમાં સ્ટેડિયમ ખાલી થઈ ગયું હતું.
ટ્રમ્પ એરફોર્સ વનમાં USથી આવ્યા પણ એરફોર્સ-2માં આગ્રા ગયા
અમેરિકાથી ટ્રમ્પ એરફોર્સ વનમાં અમદાવાદ આવ્યા હતા. જોકે આગ્રાના એરપોર્ટનો રનવે નાનો હોવાથી એરફોર્સ વન વિમાન લેન્ડ થઈ શકે તેમ ન હોવાથી તેઓ એરફોર્સ-ટુ વિમાનમાં આગ્રા જવા રવાના થયા હતા.

નમસ્તે ટ્રમ્પ – ટ્રમ્પની સ્પીચ પૂરી થઈ ત્યાં સુધીમાં તો અડધું સ્ટેડિયમ ખાલી થઈ ગયું હતું was originally published on News4gujarati