પોણો કલાક સુધી 9 લોકો લિફ્ટમાં ફસાયેલા રહ્યા

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા ઇવા મોલ સ્થિત મલ્ટીપ્લેક્ષમાંથી રાત્રે દોઢ વાગ્યે ફિલ્મ જોઇને બહાર નીકળી રહેલા 9 લોકો લિફ્ટમાં ફસાઇ ગયા હતા. જેથી લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. ઘટનાની જાણ થતાં મકરપુરા જીઆઇડીસી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. અને તમામ 9 લોકોને સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા.

મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મ જોઇને નીકળી રહેલા 9 લોકો લિફ્ટમાં ફસાયા, ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કર્યાં was originally published on News4gujarati