– એક વર્ષ પહેલા ખાનગી હોસ્પિટલમાં સર્જરી ફેલ થવાથી આઘેડના પગમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું

મુંબઈમાં એક વર્ષ પહેલા કામ કરતી વખતે શ્રમજીવી આધેડ પડી જવાથી પગમાં થઈ જતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં ખાનગી હોસ્પિટલના ડોક્ટરે કરેલુ ઓપરેશન ફેઈલ થવાથી તેમના પગમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું જોકે સુરત નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડોક્ટરોએ એક વર્ષમાં વિનામૂલ્યે જ્યારે ત્રણ સફળ સર્જરી કરી આધેડની જિંદગી બચાવી હતી.

મૂળ ઉત્તરપ્રદેશના દેવરીયા જિલ્લામાં આવેલા તુરકુવા વતની અને હાલમાં મુંબઈમાં બોઈસર ખાતે રહેતા ૫૦ વર્ષીય કમલેશભાઈ રામજીભાઈ મિશ્રા ત્યાં શાકભાજીના કામકાજ સાથે સંકળાયેલા હતા એક વર્ષ પહેલા કમલેશભાઈ કામ કરતી વખતે પડી જતા તેમના પગમાં ઇજા થઇ હતી જેથી તેમને સારવાર માટે પાલઘરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં ડોક્ટરે તેમના જમણા પગમા ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યાંથી તેમને વધુ સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

કમલેશભાઈના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે પાલધરની ખાનગી હોસ્પિટલમાં તેમના ડાબા પગનું ઓપરેશન કરવાનો એક લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો છતાં ત્યાં ઓપરેશન ફેઈલ થયું હતું જેથી તેની તકલીફમાં વધારો થતાં ચાલી શકતા ન હતા બાદમાં સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડો.નિતીન ચૌધરી અને તેમની ટીમે એક વર્ષ દરમિયાન ૩ સફળ સર્જરી કરી હતી.

ખાનગી હોસ્પિટલમાં કમલેશભાઈના પગનું ઓપરેશન ફેઈલ થયુ હોવાથી તેમના ડાબા પગનુ ઓપરેશન કરી ખરાબ ગોળો બહાર કાઢી ફેક્ચરને બેસાડવામાં આવ્યુ હતુ બાદમાં તેમનો થયેલુ ઇન્ફેક્શન દૂર કરવાનું ઓપરેશન કરવામા આવ્યું હતું ત્યારબાદ થોડા દિવસ પહેલા તેના ડાબા પગમાં સ્પેશિયલ ગોળો નાખી સર્જરી કરતા ત્રણ કલાક જેટલો સમય થયો હતો આ સર્જરી પ્રાઇવેટ હોસ્પિટલ અંદાજિત દોઢથી બે લાખનો ખર્ચ થતો હોય છે આ રિવિઝન હીપ સર્જરી સિવિલમાં વિનામૂલ્યે કરવામાં આવી હતી આ અંગે સિવિલના ઓર્થો. વિભાગના વડા ડોક્ટર હરી મેનને જણાવ્યું હતું.

ખાનગી હોસ્પિટલમાં ફેઈલ થયેલી સર્જરી સુરત સિવિલમાં ડોક્ટરોએ આધેડના પગનું સફળ ઓપરેશન કર્યું was originally published on News4gujarati