પોતાનું ઘર ના સંભાળી શકનારા અને પાકિસ્તાનને દેવાળીવું બનાવનારા વડાપ્રધાન ઈમરાન ખાને દિલ્હી હિંસાને લઈને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતાં. ત્યાર બાદ ઈમરાન ખાને દિલ્હી હિંસા દરમિયાન ભારતને પોતાના દેશના અલ્પસંખ્યકોને સુરક્ષા પુરી પાડવાની વણજોઈતી સલાહ આપી છે.

ઈમરાન ખાને એક પછી એક ટ્વિટ કરી હતી. ઈમરાન ખાને ટ્વિટ કરીને કહ્યું હતું કે, આજે અમે જોઈ રહ્યાં છીએ કે, અબજથી વધારે લોકોની વસ્તી ધરાવતા પરમાણુંશક્તિથી સંપન્ન ભારત નાઝીવાદથી પ્રેરિત RSSની વિચારધારાથી ચાલી રહ્યો છે. જ્યારે પણ નક્સલવાદી વિચારધારા પર આધારીતે નફરત ફેલાય છે ત્યારે તે લોહિયાળ સંઘર્ષ તરફ જ આગળ ધપે છે.

અન્ય એક ટ્વિટમાં ઈમરાન ખાને કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આપેલા સંબોધનમાં પણ મે ભવિષ્યવાણી કરી હતી કે, જ્યારે જિન બોટલમાંથી બહાર આવશે ત્યારે ખુનખરબાનો ખરાય સમય શરૂ થશે. કાશ્મીર તો માત્ર એક શરૂઆત હતી. હવે ભારતના 20 કરોડ મુસલમાનોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે આ મામલે તુરંત પગલા ભરવા જોઈએ.

ઈમરાન ખાને માત્ર ઠાલી ડંફાસ મારતા પોતાના દેશની અલ્પસંખ્યકોની સુરક્ષાને લઈને કહ્યું હતું કે, હું મારા દેશના નાગરિકોને ચેતવણી આપુ છું કે, પાકિસ્તાનમાં જો કોઈ બિન-મુસ્લીમ કે તેમના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા તો તેમની સાથે સખ્તાઈપૂર્વક આકરા પગલા ભરવામાં આવશે. દેશના અલ્પસંખ્યકો આ દેશના સમાન રૂપે નાગરિકો છે.

https://platform.twitter.com/widgets.js

આ અગાઉ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ પણ દિલ્હી હિંસાને લઈને કહ્યું હતું કે, પાકિસ્તાનનો નાગરિકતા સંશોધન કાયદાને લઈને જે પક્ષ હતો તે દિલ્હી હિંસા બાદ સમજી શકાય છે. 

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારમાંથી IBના અધિકારીનો મૃતદેહ મળી આવતા અનેક તર્ક-વિતર્ક was originally published on News4gujarati