રાજસ્થાનના બૂંદી જીલ્લામાં લગ્ન પ્રસંગે જઈ રહેલી એક જાનને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનમાં 24 લોકોના મોત નિપજ્યા હતાં. આ ઘટના કોટા-દૌસા મેગા હાઈવે પર ઘટી હતી. 30 લોકો ભરેલી બસ નદીમાં ખાબકતા 24 જાનૌયાઓના મોત નિપજતા સનસનાટી મચી જવા પામી હતી.

લોકોની ભરેલી બસ પાપડી ગામ પાસે મેજ નદીમાં ખાબકી ગઈ. લાખેરી પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધી 24 લોકોનાં મોત થવાની પુષ્ટિ થઈ છે અને બાકીના લોકોને નદીમાંથી રેસ્કયૂ કરવામાં આવ્યા હતાં.

કોટાના દાદીબાડીથી એક પરિવારના લોકો લગ્ન સમારોહમાં સામેલ થવા સવાઈ માધોપુર જઈ રહ્યા હતા.  બસમાં કોટાના મુરારીલાલ ધોબી પોતાના પરિવારની સાથે સવાઈ માધોપુર જઈ રહ્યા હતા. ત્યાં તેમની ભાણીના લગ્ન હતા અને તેઓ મામેરું લઈને પરિજનો અને નજીકના સંબંધીઓની સાથે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં આ દુર્ઘટના સર્જાઈ. પાપડી ગામની પાસે કોટા-લાલસોટા મેગા હાઈવે પર બસ અનિયંત્રિત થઈને નદીમાં ખાબકી હતી. નદીમાં પાણી હોવાથી બસમાં સવાર લોકો પાણીમાં જ ડુબી ગયા હતાં.

https://platform.twitter.com/widgets.js

લગ્ન મ્હાણવા જઈ રહ્યા હતાં પણ છવાયો માતમ, 24ના મોત was originally published on News4gujarati