– 9 કરોડ આપે તો કપિલ દેવ તો શું કોઈ પણ આવી શકે: ABVP

નર્મદ યુનિવર્સિટીમાં ખાનગી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ અને ઇવેન્ટ મેનેજમેન્ટનો કોર્સ ચાલુ કરવાને લઈને આજે ABVP દ્વારા રજીસ્ટરની ઓફીસને તાળું મારી ધારણા પર બેસીને વિરોધ પ્રદર્શનો કર્યા હતા.

એબીવીપી દ્વારા જે કંપની સાથે એમઓયુ થયા છે. તે રદ કરવાની માગ કરી છે. આ કોર્સની મસમોટી ફી વિદ્યાથીઓ ભરી શકે તેમ નથી. આ કોર્સ બંધ કરીને યુનિવર્સિટી દ્વારા શરૂ કરાય તેવી માગ કરાઈ છે.

આ પ્રકારના કોર્સ ચાલુ કરવા હોય તો યુનિવર્સિટી પોતે સરકાર કે યુજીસીમાંથી મંજૂરી લાવી તે પ્રકારના કોર્સ ચાલુ કરે તેવી માગ કરે છે. કાર્યકરોએ આક્ષેપ કર્યા હતા કે 9 કરોડ રૂપિયા આપે તો કપિલ દેવ તો શું કોઈપણ યુનિવર્સિટીમાં આવી શકે છે.

સુરત: નર્મદ યુનિવર્સિટીમાં ખાનગી કોર્સ શરૂ કરતાં ABVP દ્વારા રજીસ્ટરની ઓફિસને તાળું માર્યું was originally published on News4gujarati