પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી વોકી ટોઝિયમ કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. કેમિકલ ફેક્ટરીમાંથી કામદાર ત્રીજા માળેથી નીચે કૂદતા ઇજા થઇ હતી.

ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં રહેતો 22 વર્ષીય અમરસિંહ ગગનદીપ કેવટ શહીદ સહિતના કામદારો આજે બપોરે જીઆઇડીસીમાં મારુતિ ડાઇગ પાસે વોકી ટોઝિયમ કેમિકલ ફેક્ટરીમાં કામ કરતા હતા. તે સમયે અચાનક ફેક્ટરીમાં જોરદાર ધડાકો થયા બાદ આગ ફાટી નીકળી હતી. જેથી ત્યાં કામ કરતા કામદારો નાશ ભાગ થઈ જવા પામી હતી ત્યારે આગને લીધે ગભરાઈ જતા ફેક્ટરીમાંથી ઉપરથી અમરસિંહ નીચે કુદી પડ્યો હતો તેને ઈજા થતા સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.

કેમિકલ ફેક્ટરીમાં જોતજોતામાં આગ ગંભીર સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા. જેના લીધે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઇ છે. 

સુરત: પાંડેસરામાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગ્યા બાદ એક કામદાર ત્રીજા માળેથી કૂદ્યો was originally published on News4gujarati