– સુરતીઓ પાણીનો ઉપયોગ સંયમથી કરે તે જરૂરી
– 50 વર્ષ જૂની જર્જરિત પાણીની લાઈન બદલવા હોઈડ્રોલિક વિભાગ 30 કલાક રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી પાણી પુરવઠો પુર્વવત કરવાનો પ્રયાસ કરશે
સુરત મ્યુનિ.ના વરાછા ઝોન વિસ્તારમાં 50 વર્ષ જુની પાણીની લાઈનનું નવીનીકરણની કામગીરી મ્યુનિ. તંત્ર દ્વારા હાથ ધરવામા આવશે. જેના કારણે આવતીકાલ શુક્રવાર તથા શનિવારના રોજ શહેરના અનેક વિસ્તારમાં પાણી પુરવઠો મળશે નહીં.
પાણી પુરવઠો નહીં મળવાનો હોવાથી સુરતીઓને પાણીનો વિવેક પુર્વક ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે. સુરત મ્યુનિ. દ્વારા 30 કલાક રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરીને પાણીની લાઈન બદલી પાણી પુરવઠો પુર્વવત કરવા માટેનો પ્રયાસ કરવામાં આવશે.
સુરત મ્યુનિ. તંત્રએ 1969માં વરાછા સુર્યપુર રેલ્વે ગરનાળા, વૈશાલી હેલ્થ સેન્ટર ચાર રસ્તા, વરાછા મેઈન રોડ, ખાંડ બજાર વિસ્તારમાં પાણીની લાઈન નાંખી હતી.
સુરતમાં પાણી પુરવઠો પુરો પાડતી લાઈન સાથે સંલગ્ન આ લાઈન જર્જરિત થતાં તેનું નવિનીકરમ કરવાની કામગીરી માટે આયોજન કરાયું છે. આજે એટલે 27 ફેબ્રુઆરીના રોજ રાત્રીના 11 વાગયાથી 29 ફેબ્રુઆરી સવારના પાંચ વાગ્યા સુધી આ લાઈનની કામગીરી હાથ ધરવામા આવશે.
મ્યુનિ.ના હાઈડ્રોલિક વિભાગના જણાવ્યા પ્રમાણે 30 કલાક રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરીને ડિવોટરીગ, કટીંગ, વેલ્ડીંગ અને સાવર વાલ્વની બદલવા સાથે લાઈનના નવીનીકરમની કામગીરી સતત કરવામાં આવશે.
30 કલાકમાં આ કામગીરી કરીને પાણી પુરવઠો પુર્વવત કરી દેવામા આવશે. જોકે, આ સમય દરમિયાન અડધા સુરતમાં પાણી પુરવઠો મળશે નહીં અથવા ઓછા પ્રેશરથી મળશે. આ વિસ્તારમાં પાણી પુરવઠા પર કોઈ અસર નહીં પડે.
સુરત મ્યુની. વિસ્તારમાં 50 વર્ષ જુની પાણીની લાઈનના નવિનીકરણની કામગીરી દરમિયાન શુક્ર અને શનિવારે અડધાથી વધુ શહેરના વિસ્તારમાં પાણી પુરવઠો મળશે નહીં પરંતુ રાંદેર અને કતારગામ ઝોનના કેટલાક વિસ્તારમાં પાણી કાપની કોઈ અસર જોવા મળશે નહીં.
મ્યુનિ.ના હાઈડ્રોલિક વિભાગના જણાવ્યા પ્રમાણે 28-29 ફેબ્રુઆરીના રોજ પાણીની લાઈન બદલવાની કામગીરી થશે પરંતુ તેમાં રાંદેર ઝોનના પાલ, રાંદેર, જહાંગીરપુરા, અડાજણ, જહાંગીરા બાદ તથા કતારગામ ઝોનમાં 24 કલાક પાણીની યોજના છે. તેવા અમરોલી, છાપરાભાઠા, કોસાડ, મોટા વરાછા, ઉત્રાણ વિગેરે વિસ્તારમાં પાણી પુરવઠાનો કાપ જોવા મળશે નહીં. આ સિવાયના મોટા ભાગના વિસ્તારમાં પાણી પુરવઠો મળશે નહીં અથવા ઓછા દબાણથી મળશે.
સુરત: પાણીની લાઈનનું નવીનીકરણ કરવાનું હોવાથી શુક્રવારે અડધા સુરતમાં પાણી નહીં મળે was originally published on News4gujarati