સંશોધકોને એવું માલૂમ પડયું છે કે યુવાનોને જ્યારે સ્માર્ટફોન વગર કોઈની પ્રતીક્ષા કરવાનો વારો આવે છે ત્યારે તેઓ આક્રમક અને ખળભળિત બની જતા હોય છે. યુવાનો સ્માર્ટફોન વગર રહી શકતા નથી તેવું સ્ટડીમાં પુરવાર થયું છે. વિવિધ પ્રકારની વિચારસરણી લોકોના પ્રતીક્ષા અનુભવને કેવી રીતે બદલી નાખે છે તેની શોધ વૈજ્ઞાનિકો ચલાવી રહ્યા છે. જોકે સંશોધન દરમિયાન તેમણે નોંધ્યું કે યુવાનોને રાહ જોવી પસંદ હોતી નથી. ટીમને એવું પણ માલૂમ પડયું કે કંઈક નક્કર વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી વધારે ઝડપથી સમય પસાર થઈ જાય છે. યુવાનો જ્યારે સ્માર્ટફોનમાં વ્યસ્ત હોય છે ત્યારે નકારાત્મક વિચારો કે લાગણીઓ આવતી નથી પરિણામે યુવાનોને તેમનો સમય ક્યાં પસાર થઈ જાય છે તેની બિલકુલ ખબર જ પડતી નથી.

બે ગેમોમાં ટીનેજરોની વર્તણૂકનો અભ્યાસ

તાજેતરના અભ્યાસમાં સંશોધકોએ સૌથી વધુ રમાતી બે ગેમોમાં ટીનેજરોની વર્તણૂકનો અભ્યાસ કર્યો હતો, જેમાં તેમણે હિંસક ગેમ અથવા હિંસા વગરની ગેમ. સંશોધકોએ આ ગેમો રમતા સહભાગીઓના મગજના તરંગો (બ્રેઇનવેવ્ઝ)ને ટ્રેક કરવા માટે ઇલેક્ટ્રોન એન્સિફેલોગ્રાફી (EES)નો ઉપયોગ કર્યો હતો. એ જ વખતે તેમણે ટોપ-સિગ્નલ ટાસ્ક દ્વારા પુરુષ અને મહિલાઓના ચહેરાના હાવભાવ-ખુશ છે કે દુઃખી છેના નોંધ્યા હતા. અભ્યાસે શોધી કાઢયું હતું કે ગેમિંગને કારણે અસંવેદના અને ભાવનાત્મક નબળાઈ આવી જાય છે. ૩૦ સેકન્ડ, પાંચ મિનિટ કે ૧૦ મિનિટની રાહ જોવડાવ્યા બાદ લોકોની પ્રતિક્રિયાઓ કેવી હોય છે તે અંગે પણ સંશોધન કરવામાં આવ્યું હતું. ટીમને એવું માલૂમ પડયું કે જે લોકોને પ્રતીક્ષા વિશે સામાન્ય રીતે વિચારવાનું કહેવામાં આવ્યું હતું તેવા લોકોને આ વિલંબ વધારે લાગ્યો હતો અને તેવા લોકોએ તેમના અનુભવને વધારે આક્રમક શબ્દોમાં વ્યક્ત કર્યો હતો.

સામાન્ય વિચારસરણી અને સકારાત્મક પરિણામો વચ્ચે સીધો સંબંધ

ઇઝરાયેલમાં નેગેવ યુનિ.ના મેનેજમેન્ટ એક્સ્પર્ટ ડોરિટ અને તેમના સાથીઓ એવો અભ્યાસ કરી રહ્યા છે કે નક્કર અને મૂર્ત વસ્તુ કઈ રીતે લોકોની વિચારસરણી પર અસર કરે છે. સામાન્ય વિચારસરણી અને સકારાત્મક પરિણામો વચ્ચે સીધો સંબંધ છે, જેમાં સર્જનાત્મકમાં વધારો, વ્યાપક દૃષ્ટિ અને વધારે શક્તિશાળી બનવાની ભાવના સમાયેલી હોય છે જોકે કેટલાક ચોક્કસ ઘટનાક્રમમાં તેની કેટલીક નિષ્ફળતાઓ પણ રહેલી હોય છે. ઉદાહરણ તરીકે, મળવા માટે મોડા આવનાર વ્યક્તિની જો તમે પ્રતીક્ષા કરી રહ્યા હોવ તો તમે નક્કર વિચારસરણી ધરાવતા વ્યક્તિ છો તે સાબિત થાય છે. તમે એવું ધારો છે કે તે વ્યક્તિ કદાચ ટ્રાફિકમાં ફસાયેલો હોય અથવા તો બીજા કોઈ કામસર તેમને મોડું થયું હોય. જ્યારે કોઈ વ્યક્તિ મોડા પડે છે ત્યારે તમારી વિચારસરણી સામાન્ય પ્રકારની હોય છે. વિશ્લેષણો સૂચવે છે કે હિંસક ગેમની અસરો નહીંવત્ છે અને જ્યારે જ્યારે ધ્યાન બાળકોની વર્તણૂક પર હોય ખાસ કરીને સામાજિક વર્તણૂકની હોય ત્યારે પણ એની અસરો નથી.

મોબાઇલ વિચારસરણીને કેવી રીતે અસર કરે છે

બીજા એક અભ્યાસમાં યુનિવર્સિટી ઓફ ઓરેગનના કમ્યુનિકેશન એક્સ્પર્ટ દવે માર્કોવિત્ઝે અને તેમના સાથીઓએ એવો અભ્યાસ કર્યો કે મોબાઇલ ફોન તમારી વિચારસરણીને કેવી રીતે અસર કરી શકે છે. આ ટીમે ૧૨૫ લોકોની રિક્રુટ કર્યાં જેમાંના દરેકને એકાંત રૂમમાં છ મિનિટ સુધી રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમને ત્રણ-ત્રણ ગ્રૂપમાં વહેંચી દેવામાં આવ્યાં હતા. ત્રણમાંથી એક ગ્રૂપને મોબાઇલ ફોન પર મનોરંજન પ્રોગ્રામ જોવાનું કહેવામાં આવ્યું જ્યારે બીજા ગ્રૂપને મોબાઇલ વગર એકાંત રૂમમાં બેસવાનું જણાવવામાં આવ્યું. ત્યાર બાદ સંશોધકોએ દરેક ગ્રૂપના વ્યક્તિઓની સ્કીનના સ્તરની માપણી કરી હતી. ટીમને માલૂમ પડયું કે જે ટીમને મોબાઇલ ફોન વગર પ્રતીક્ષા કરવાનું કહેવામાં આવ્યું હતું તેમને ધ્યાન કેન્દ્રિત કરવામાં ખૂબ તકલીફ પડી હતી.

સ્માર્ટફોન વગર રાહ જોવાનું આવતા યુવાનો વધારે આક્રમક બને છે : અભ્યાસ was originally published on News4gujarati