છેલ્લાં કેટલાંક દિવસથી દેશની રાજધાની દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસાને લઇ દિલ્હી હાઇકોર્ટમાં બુધવારના રોજ અગત્યની સુનવણી થઇ હતી. સુનવણી દરમ્યાન દિલ્હી પોલીસને ખખડાવનાર જસ્ટિસ એસ.મુરલીધરની ટ્રાન્સફર દિલ્હી હાઇકોર્ટથી પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં કરી દેવાઇ છે. આપને જણાવી દઇએ કે બુધવારના રોજ તેમણે આ કેસની સુનવણી ગુરૂવાર સુધી સ્થગિત કરી દીધી હતી. ત્યારબાદ આ કેસની સુનવણી મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેન્ચને સોંપી દેવાઇ હતી.
રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેરનામું બહરા પાડ્યું

રાષ્ટ્રપતિ ભવનથી જસ્ટિસ એસ.મુરલીધરના ટ્રાન્સફરનું જાહેરનામું રજૂ કરી દેવાયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતના મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડેની સાથે પરામર્શ કર્યા બાદ જસ્ટિસ એસ.મુરલીધરની ટ્રાન્સફર દિલ્હી હાઇકોર્ટમાંથી પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં કરાઇ છે. તેની સાથે જ તેમણે પોતાના કાર્યાલયનો પ્રભાર સંભાળવાનો નિર્દેશ પણ આપ્યો છે.
મળતી માહિતી પ્રમાણે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 12મી ફેબ્રુઆરીના રોજ થયેલી પોતાની બેઠકમાં દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ એસ.મુરલીધરને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં સ્થળાંતરિત કરવાની ભલામણ કરી હતી.
હાઇકોર્ટના જજની રાતોરાત ટ્રાન્સફર, દિલ્હી હિંસાની સુનવણી વખતે ખખડાવ્યા હતા પોલીસને was originally published on News4gujarati