હાથી દાંતનો સોદો કરનાર વિનાયક પુરોહિત હાથી દાંત ક્યાંથી લાવ્યો અને ક્યારે લાવ્યો તે બાબતે કોઇ જ જવાબ આપતો નથી.
પ્રાપ્ત વિગતો મુજબ,હાથી દાંતનો સોદો કરવાના છટકામાં પકડાયેલા વિનાયક પુરોહિત એક જ રટણ કરી રહ્યો છે કે, આ હાથી દાંત મારી પાસે વર્ષોથી પડયા છે.
વિનાયકનું કહેવું છે કે,તેના માતા-પિતા વર્ષ-૧૯૬૫માં આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે તેમની સાથે બે હાથી દાંત લાવ્યા હતા.હું તેની પૂજા પણ કરૃં છું.
પરંતુ ફોરેસ્ટના અધિકારીઓ તેની વાતમાં વિશ્વાસ રાખતા નથી અને તેમણે આ નેટવર્કમાં કોઇ ગેંગ સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ લંબાવી છે.
બંને હાથી દાંતનું વજન અને લંબાઇ
ફોરેસ્ટ વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જસાપુરા ગામના ત્રણ મજલી મકાનના પહેલા માળેથી બે હાથી દાંત કબજે કર્યા છે.જેના વર્ણન આ મુજબ છે.
(૧) એક હાથી દાંતનું વજન ૨.૮૮૦ કિલો અને તેની લંબાઇ ૧૧૦ સે.મિ. એટલે કે ૩.૬૦ ફુટ છે. જ્યારે (૨) અન્ય એક હાથી દાંતનું વજન ૨.૭૬૬ કિલો અને લંબાઇ પહેલા હાથી દાંત જેટલી ૧૧૦ સે.મિ. છે.
જસાપુરાનો મકાન માલિક વિનુ દરબાર ફરાર થતાં ફોરેસ્ટની ટીમે પીછો કર્યો
જસાપુરા ગામમાં ફોરેસ્ટની ટીમે છાપો માર્યો ત્યારે મકાનનો માલિક છટકી જવામાં સફળ થતાં એક ટીમે તેનો પીછો કર્યો હતો.
સુભાનપુરામાં રહેતા વિનાયક પુરોહિતે પકડાઇ જવાની અને ચોરાઇ જવાની બીકે કિંમતી હાથી દાંત પોતાના ઘેર રાખવાના બદલે વડોદરા પાસેના જસાપુરા ગામે ત્રણ મજલી મકાન ધરાવતા વિનુ દરબારના મકાનમાં રાખ્યા હતા.
ફોરેસ્ટની ટીમ ત્રાટકી ત્યારે વિનાયક આબાદ ઝડપાઇ ગયો હતો.પરંતુ,મકાન માલિક વિનુ દરબાર ભાગી છુટયો હતો.એક ટીમે તેનો પીછો કરતી પાછળ પડી છે.ફોરેસ્ટના અધિકારીઓ પાસે ગલ્લાતલ્લા કરતા વિનાયકે કેટલા સમયથી મકાનમાં હાથી દાંત રાખ્યા હતા અને બીજું કોણ સામેલ છે તે બાબતે પૂછપરછ હાથ ધરી છે.
હાથીદાંતના સોદાગરનું એક જ રટણ..મારા માતા-પિતા આફ્રિકાથી હાથી દાંત લાવ્યા,હું તેની પૂજા કરૃં છું was originally published on News4gujarati