ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિઆર પરિષદના 43માં ઉચ્ચસ્તરીય સમ્મેલનમાં પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે બરાબરનો પાઠ ભણાવ્યો હતો. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારોને લઈને ચિંતા વ્યક્ત કરતા ભારતે તેને સણસણતો જવાબ આપતા પાકિસ્તાનને ‘આતંકવાદનું ખતરનાક પારણું’ ગણાવ્યું હતું.

ભારતે એમ પણ કહ્યું હતું કે, બીજાને ઉપદેશ આપતા પહેલા પાકિસ્તાને પોતે યાદ રાખવું જોઈએ કે આતંકવાદ માનવાધિકાર હનનનું સૌથી વરવુ સ્વરૂપ છે.

ભારતના સ્થાયી કમિશનમાં પ્રથમ સચિવ વિમર્શ આર્યને પાકિસ્તાનની ચિંતા પર ‘રાઈટ ટુ રિપ્લાઈ’નો ઉપયોગ કરતા કહ્યું હતું કે, ગત 7 મહિનામાં ભારતે જમ્મુ-કાશ્મીરમાં લોકતાંત્રિક અને વિધાયિકાને લઈને તમામ સુધાર લાગુ કર્યા છે.

વિમર્શે કહ્યું હતું કે, આ સુધારાનો હેતુ છે તમામ ભારતીય નાગરિકોના માનવાધિકારોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય અને પાકિસ્તાની ભારતીય સમાજના તાણાવાણાને નુંકશાન પહોંચાડવાની કુખ્યાત યોજનાને રોકી શકાય.

આર્યને વધુમાં ઉમેર્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સમુદાયે તમામ મંચો પર પાકિસ્તાનની સનક ભરી પ્રતિક્રિયા જોઈ છે જે માત્ર રાઈનો પહાદ બનાવવાના હેતુથી કરવામાં આવતી રહી છે. પરંતુ લાગે છે કે, લોકતાંત્રિક પરંપરાઓ અને ધાર્મિક સહિષ્ણુતા પાકિસ્તાન માટે છે જ નહીં.

ભારતીય પ્રતિનિધિએ પાકિસ્તાનને આતંકવાદનો સૌથી મોટુ  ઘાતક પારણું ગણાવતા કહ્યું હતું કે, સીમાપાર આતંકવાદના સૌથી મોટા પીડિત હોવાના નાતે અમે પરિષદને એ સૂચિત કરવા માંગીએ છીએ કે, પાકિસ્તાન એક એવો દેશ છે જેના પૂર્વ રાષ્ટ્રપતિથી લઈને વડાપ્રધાન સુધી સાર્વજનિક સ્તરે રાજ્ય મશીનરી અને યૂએન દ્વારા આતંકી સંગઠનો સાથે હોવાની વાત કરી ચુક્યા છે.

UNHRCમાં જવાબ આપતા આર્યને કહ્યું હતું કે, પાકિસ્તાન એક એવો દેશ છે જ્યાં અલ્પસંખ્ય્ક સમુદાયનો આકાર આઝાદી બાદ સંકોચાયો છે. અહીં ઈસાઈ, સિખ, અહમદિયા, હિંદુ, શિયા, પશ્તૂન, સિંધી અને બલોચને ઈશનિંદા કાયદો, સુનિયોજીત રીતે તેમનું ઉત્પીડન અને બળજબરીપૂર્વક ધર્માંતરણ દ્વારા હેરાન કરવામાં આવે છે.

પાકિસ્તાનને UNમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવાનું ભારે પડ્યું, ભારતે વીણી વીણીને બરાબરનું ખંખેર્યુ was originally published on News4gujarati