કૉંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલને વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા મામલામાં સુપ્રીમ કોર્ટ રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે 6 માર્ચ સુધી હાર્દિક પટેલની ધરપકડ પર રોક લગાવી દીધી છે. 

પોલીસે ધરપકડ વોરંટ કાઢતાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી તે નાસતો ફરતો હતો. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને આ માટે સુપ્રીમના દરવાજા ખટખટાવતાં કોર્ટે રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે પાટીદાર આંદોલન દરમિયાન થયેલી હિંસા મામલે પોતાની વિરુદ્ધ નોંધાયેલી FIR રદ કરવાની અનુરોધવાળી હાર્દિક પટેલની અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિકની વિરમગામમાંથી ધરપકડ થયા બાદ હાર્દિક પટેલે કોર્ટમાં લેખિતમાં બાંહેધરી આપી હતી કે હવે તે કોર્ટમાં હાજર રહેશે. આ બાહેંધરીના આધારે કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા.

જોકે આમ છતાં હાર્દિક ગેરહાજર રહેતા કોર્ટે તેની સામે વોરંટ કાઢ્યું હતું. આ કેસમાં હાર્દિક માટે જેલમાં જવાનો વારો આવતાં તે ગુમ થઈ ગયો હતો. જે સમયે તેની પત્નીએ પણ ટ્વીટરમાં ટ્વીટ કર્યા હતા.

હાર્દિક પટેલ માટે સુપ્રીમથી આવી ખુશખબર, 6 માર્ચ સુધી ધરપકડ પર રોક was originally published on News4gujarati