અમેરિકી ટેક કંપની Apple ભારતીય માર્કેટ માટે કેટલાક iPhonesની કિંમત વધારી દીધી છે. કિંમત વધારવા પાછળ હાલ તો ઇમ્પોર્ટ ડ્યુટીમાં થયેલા ઘરખમ ફેરફારને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. Budget 2020 દરમિયાન કસ્ટમ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે.

એપલે iPhone 11 Pro Max, iPhone 11 Pro અને iPhone 8ની કિંમતોમાં વધારો કર્યો છે. હવે iPhone 11 Pro Maxની કિંમત 1,11,200 ચુકવવાની રહેશે. આ કિંમત 64GB વેરિએન્ટની છે.

કિંમત વધી તે પહેલા iPhone 11 Pro Maxની કિંમત 1,09,000 રૂપિયા હતી, iPhone 11 Pro Max ના 256GB વેરિએન્ટની કિંમત હવે 1,25,200 રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે ટોપ મોડલ જેમાં 512GBની સ્ટોરેજ છે તે તમને 1,33,200 રૂપિયામાં મળશે.

iPhone 8ની કિંમત વધી ગઈ છે, iPhone 8ની શરૂઆતની કિંમત પહેલા 49,900 રૂપિયા હતી જે વધીને હવે 50,600 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે 128GB વેરિએન્ટ તમને 55,600 રૂપિયામાં મળશે.

કંપનીએ iPhone 11, iPhone XR, iPhone XS, iPhone 7, iPhone 7 જેવા સ્માર્ટફોનની કિંમતમાં કોઈ વધારો કર્યો નથી. iPhone 7 અને iPhone XRને કંપની ભારતમાં જ એસેમ્બલ કરે છે કદાચ આ જ કારણે તેમની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

અવળી ગંગા, ભાવ ઘટવાને બદલે Appleએ તેના iPhonesની કિંમતમાં કર્યો વધારો was originally published on News4gujarati