ગોંડલનાં પ્રખ્યાત મરચા ખરીદવા માટે ગુજરાત બહારના અન્ય રાજયમાંથી ઘણા વેપારીઓ આવતા હોય છે, ત્યારે રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. સૂકા મરચાનાં હબ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં 25000 ભારી મરચાની આવક થવા પામી છે. 20 કીલોનાં ભાવ 2000થી 2500 સુધીનાં બોલાતા ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળતા આનંદની લાગણી વ્યાપી હતી. ગત વર્ષ કરતા મરચાના ભાવમાં તેજી પણ આવી છે.

ચાલું વર્ષે મરચાની 25 હજાર ભારીની આવક થઈ હોવાની માહિતી સામે આવી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને હાલ 20 કિલો મરચાનો ભાવ રૂપિયા 2000થી 2500 મળી રહ્યા છે. જેનો સીધો ફાયદો ખેડૂતોને મળી રહ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની વેરાયટીઓ 002, 035, રેવા, શાનીયા, વગેરેની આવક થઈ રહી છે. 10 ટકા જેટલી દેશી રેસમ પટ્ટાની પણ આવક થઈ છે. ગોંડલ તાલુકા વિસ્તારમાં આશરે 20 જેટલી વેરાયટીઓનું ઉત્પાદન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 1 લાખથી વધારે ભારીઓનું વેચાણ થયેલ છે.

મરચાનાં પુરા ભાવ મેળવવા માટે ખેડુતભાઈઓને એક સાથે માલ ન મોકલવા તબકકાવાર થોડા થોડા પ્રમાણમાં માલ મોકલવા તથા માર્કેટ યાર્ડમાં મરચાનું વેચાણ કરવા યાર્ડના સત્તાધીશો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ગુજરાતના ખેડૂતો ખુશખુશાલ: ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાનો ભાવ જાણીને આનંદની લાગણી વ્યાપી was originally published on News4gujarati