ઘણાં લોકોને હું ગમતો નથી, ભાજપમાં આંતરિક ખટપટ હોવાની વાત પર ખુદ નીતિન પટેલે ઈશારો


 બધા એક બાજુ છે ને હું એકલો છું, છતાંય ઉભો છું: નાયબ મુખ્યમંત્રીનું દર્દ છલકાયું
– વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસ કાર્યક્રમમાં નીતિન પટેલે કોની તરફ ઇશારો કર્યો તે ચર્ચાનો વિષય

ભાજપ સરકારમાં આંતરિક ખટપટ ચાલી રહી છે તેનો ઇશારો ખુદ નાયબ મુખ્યમંત્રીએ કરી દીધો છે.અમદાવાદમા વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસ કાર્યક્રમ વખતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે  વિરોધીઓને નિશાન તાકીને કહ્યું કે,હું એકલો છુંને,સામે ઘણાં બધા છે છતાંયે હું ઉભો છું. ઘણાં લોકોને હું ગમતો નથી. આ નિવેદન કરી નીતિન પટેલે કોની તરફ ઇશારો કર્યો તે ચર્ચાનો વિષય બન્યો છે.

પાટીદાર સમાજના કાર્યક્રમના મંચ પરથી નાયબ મુખ્યમંત્રીએ એવો સંદેશો વહેતો કર્યો કે, મને એકલો પાડવામાં આવી રહ્યો છે. પૂછી લો,આ બધાને .રોજ પેપર અને ટીવીમાં જોતા હશો કે,બધા એક બાજુને,હું એકલો છું. પણ મા ઉમિયાના આર્શિવાદથી  હું અહીં છું.પાટીદારનુ લોહી છું.

તેમણે એમ પણ કહ્યું કે, ઘણાં લોકોને હું ગમતો નથી.મને ભૂલાવવા પ્રયાસ કરવામા ં આવી રહ્યો છે પણ હું કોઇને ભુલતો નથી.જયાં પહોચ્યો છું તે એમ ને એમ નથી પહોચ્યો. સામાજિક કાર્યક્રમમાં આડકતરો ઇશારો કરીને નાયબ મુખ્યમંત્રીએ શિર્ષ નેતૃત્વ સામે સવાલો ઉઠાવ્યા હતાં. 

ઉલ્લેખનીય છેકે, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરાવી હતી. તે વખતે નીતિન પટેલ બાજુમાં ઉભા હતાં તેમ છતાંય વડાપ્રધાને તેમની સાથે મુલાકાત કરાવવાનુ ટાળ્યુ હતું. આજ કારણોસર તેમણે એવું કહ્યુંકે,મને ભૂલાવવા પ્રયાસ કરાય છે.

જોકે, સમગ્ર કાર્યક્રમ બાદ પણ નીતિન પટેલે કોની તરફ ઇશારો કર્યો તે ચર્ચાનો વિષય બન્યો હતો. આ ઉપરાંત નીતિન પટેલે જાહેરમાં નિવેદનમાં કરી પક્ષમાં આંતરીક ખેંચતાણને પ્રદર્શિત કરી દીધી હતી.

ઘણાં લોકોને હું ગમતો નથી, ભાજપમાં આંતરિક ખટપટ હોવાની વાત પર ખુદ નીતિન પટેલે ઈશારો was originally published on News4gujarati

Comments are closed.

Blog Stats

  • 517,415 hits
%d bloggers like this: