– વિરમગામના કોંગી ધારાસભ્યની રજુઆત

– બિલ્ડીંગ જર્જરીત બનતાં દોઢ વર્ષથી અસુવિધાસભર મકાનમાં શિક્ષણકાર્ય ચાલે છે

જોટાણા તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલા તેલાવીપુરા ગામની પ્રાથમિક શાળાનું મકાન અત્યંત જર્જરીત બની જતા છેલ્લા દોઢેક વર્ષથી આ શાળાનું શિક્ષણ કાર્ય અસુવિધાસભર ખાનગી મકાનમાં ચલાવવામા ંઆવી રહ્યું છે. જેના કારણે શાળામાં ભણતા ૧૧૦ જેટલા વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય બની ગયું છે. આ મુદ્દે વિરમગામના કોંગી ધારાસભ્યોએ મહેસાણાના શિક્ષણાધિકારી સમક્ષ રજુઆત કરીને શાળાનું નવું મકાન બનાવવા માંગણી કરી છે.

જોટાણાના તેલાવીપુરા ગામમાં મહેસાણા જિલ્લા પંચાયત હસ્તકની સરકારી પ્રાથમિક શાળા કાર્યરત છે. અહીં ચાલતા ધોરણ ૧ થી ૮ સુધીના વર્ગોમાં ૧૧૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.જોકે શાળાનું મકાન ખુબ જ જર્જરીત બની જતાં બાળકો માટે જોખમી બન્યું છે. જેના કારણે દોઢેક વર્ષથી શાળાનું તેલાવીપુરામાં આવેલ એક ખાનગી રહેણાંક મકાનમાં ના છુટકે સ્થળાંતર કરવામાં આવે છે. અગાઉ શાળાના શિક્ષકો અને ગ્રામજનો દ્વારા જર્જરીત બનેલા પ્રાથમિક શાળાના મકાનને તોડી નવું બિલ્ડીંગ બનાવવા શિક્ષણતંત્ર સમક્ષ રજુઆતો કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઇ નિવેડો આવ્યો નથી. દરમિયાન વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડે પોતાના મતવિસ્તામાં આવતા તેલાવીપુરા ગામની પ્રાથમિક શાળાનું નવું મકાન બનાવવાની મંજુરી મળે તે માટે મહેસાણાના જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજુઆત કરી છે.

જોટાણાના તેલાવીપુરાની પ્રાથમિક શાળાનું નવું મકાન બનાવવાની માંગ બુલંદ was originally published on News4gujarati