કતરનું પાટનગર દોહામાં 29 ફેબ્રુઆરીએ અમેરિકા-તાલિબાન વચ્ચે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. આ દરમિયાન કતરમાં ભારતીય એમ્બેસી પી કુમારમ પણ હાજર રહ્યા હતા. આ પહેલીવાર હતું જ્યારે કોઈ ભારતીય અધિકારીએ તાલિબાનની હાજરીમાં કઈ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

અમેરિકા-તાલિબાન ડીલથી જ્યાં એક તરફ પાકિસ્તાન ખુશ છે તો બીજી તરફ ભારત માટે કેટલાક મુદ્દાઓ પર પડકારો વધ્યા છે. આપને જણાવી દઈએ કે આ ડીલ હેઠળ અફઘાનિસ્તાનમાં 18 વર્ષોથી તૈનાત અમેરિકી સેના 14 મહિના દરમિયાન પરત સ્વદેશ ફરશે. પહેલા તબક્કામાં અમેરિકા, આગામી 135 દિવસમાં પાંચ સૈન્ય બેઝોના સૈનિકોને પાછા બોલાવશે અને અફઘાનિસ્તાનમાં સૈનિકોની સંખ્યા ઘટી 8,600 રહી જશે.

અફઘાનિસ્તાનમાં તાલિબાન વધુ તાકતવર બની શકે છે:

બીજી તરફ, અમેરિકાની આ કાર્યવાહી બદલે તાલિબાન સુનિશ્ચિત કરશે કે અમેરિકા અને તેના સહયોગીઓ વિરુદ્ધ 9/11 જેવો હુમલો અથવા કોઈ આંતકી પ્રવૃતિ ન થાય. જાણકારોનું માનવું છે કે અમેરિકી સેના પરત ફર્યા બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાન વધુ તાકતવર બની શકે છે. જ્યારે ભારતે, પાકિસ્તાનના પ્રભાવમાં વિકસિત થયેલ તાલિબાનથી હંમેશા દૂરી બનાવી છે. અમેરિકા અને તાલિબાનની શાંતિ ડીલ પર ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે અમે જોયું કે અફઘાનિસ્તાનમાં સરકાર, લોકશાહી દળ, સિવિલ સોસાયટી સહિત સંપૂર્ણ રાજનીતિક સમુદાયે આ સમજૂતીને સ્વીકારી અને સ્વાગત કર્યું છે.

ભારતના વિદેશ મંત્રાલયે આપ્યું નિવેદન:

વિદેશ મંત્રાયલે આ નિવેદનમાં ન તો આ ડીલનું સ્વાગત કર્યું છે અને ન તો સીધી રીતે તાલિબાનનો ઉલ્લેખ કર્યો છે. રવીશ કુમારે કહ્યું કે,‘ભારતની હમેશા અફગાનિસ્તાનમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા લાવવાની કોશિશનું સમર્થન કરવાની નીતિ રહી છે. ભારત દરેક એવા તકનું સ્વાગત કરે છે જેથી અફઘાનિસ્તાનમાં હિંસાનો અંત આવે, આતંકવાદ સમાપ્ત થાય અને અફગાનના નેતૃત્વમાં તેમના નિયંત્રણવાળી પ્રક્રિયાના માધ્યમથી રાજનીતિક સમજૂતી હોય.’

તાલિબાન, આતંકી મસૂદ અજહરની તરફેણ કરે છે:

અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાની વાપસી બાદ ભારતની સૌથી મોટી ચિંતા સુરક્ષા અને અફઘાનિસ્તાનમાં લોકશાહી તરીકે પસંદગી પામેલ સરકારની સ્થિરતાને લઈ છે. બીજી તરફ અમેરિકા-તાલિબાનની સમજૂતી બાદ પાકિસ્તાનનો આ ક્ષેત્રે દબદબો વધી જશે. જેમ-જેમ પાકિસ્તાનના પ્રભાવવાળા તાલિબાનની તાકત વધશે, એવી રીતે ક્ષેત્રીય સુરક્ષાનું જોખમ પણ વધી શકે છે. શાંતિ પ્રક્રિયા બાદ જો તાલિબાન ફરી તાકતવર બને તો અફઘાનિસ્તા ફરી આતંકી ઠેકાણું બની શકે છે. તાલિબાન, આતંકી મસૂદ અજહરની તરફેણ કરે છે જેને છોડવવા 1999માં તાલિબાને ઇન્ડિયન એરલાઇનના પેસેન્જર પ્લેનને હાઇજેક કર્યું હતું.

પાક. કાશ્મીર મુદ્દે તાલિબાનનો કરી શકે છે ઉપયોગ:

તેથી જો તાલિબાનની તાકત વધશે તો પાકિસ્તાન ભારતના દુશ્મન તાલિબાન પર પોતાના પ્રભાવનો ઉપયોગ કરી કાશ્મીરમાં ફરી આંતકી પ્રવૃત્તિ વધારી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ પાક.પીએમ ઇમરાન ખાને એક વખત કહ્યું હતું તેમની જમીન પર 20,000-30,000 આતંકી હાજર છે. એટલે કે ભવિષ્યમાં આ આંતકીઓ ભારત વિરુદ્ધ કોઈ પણ પ્રોક્સી યુદ્ધમાં તાલિબાનની આગેવાનીવાળા અફઘાનિસ્તાનમાં શરણ મેળવી શકે છે. જો એવું થયું તો પાકિસ્તાન આર્મી અફઘાનિસ્તાનમાં રણનીતિક પ્રભાવ પ્રાપ્ત કરી લેશે અને ભારતનો પ્રભાવ ઓછો થઈ જશે. નિષ્ણાતોને એક ડર એમ પણ છે કે અમેરિકી સેના અફઘાનિસ્તાથી પરત ફર્યા બાદ અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ ફરી મજબૂત થઈ શકે છે.

તલિબાન-અમેરિકા ડીલ, પાકિસ્તાન માટે જીત, ભારત માટે મોટો ઝાટકો કેમ? was originally published on News4gujarati