આ વર્ષે કુલ 17.30 લાખ ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણબોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી 5 માર્ચથી શરૂ થવાની છે જેમા કુલ 17.30 લાખ વિદ્યાર્થીઓ આપવાના છે. જેમા ધોરણ 10ના 10.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને ધોરણ 12ના સાયન્સ અને સામાન્ય પ્રવાહના 6.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષા દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ નર્વસ તેમજ ઉતાવળમાં ઘણી વસ્તુઓનું ધ્યાન નથી રાખતા તેમજ તેમના વાલીઓ પણ વિદ્યાર્થીઓને પરીક્ષામાં મુકવા જતી વખતે તેમની કહેવાની ઘણી વાતો ભૂલી જતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન શું-શું ધ્યાન રાખવું જોઇએ તેમાથી ખાસ 11 મુદ્દા અમે આપને જણાવી રહ્યા છે.

બોર્ડ પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવાના ખાસ મુદ્દા

1. પરીક્ષાની હોલ ટિકિટ સાથે રાખો.

2. કાંડા ઘડિયાળ અચૂક લઇ જાઓ.

3. પરીક્ષા પહેલા ઘરેથી પાણી પીને નીકળો.

4. પરીક્ષા સમયગાળા દરમિયાન ખાવામાં ધ્યાન રાખો.

5. હોલ ટિકિટની ઝેરોઝ કઢાવી રાખો.

6. પ્રતિબંધિત કેલ્ક્યુલેટર, મોબાઈલ કે અન્ય સાહિત્ય સાથે ના રાખો.

7. હાથ ઉંચો કરી સાહેબને તમારા પ્રશ્નો (પરીક્ષા સિવાયના), સમસ્યાઓનું નિરાકરણ કરવા વિનંતી કરશો. તો ચોક્કસ તમને મદદ મળશે
8. પુરવણીમાં કોઈ પણ પ્રકારનું ચિન્હ કરવું નહિ, જેમ કે 786 લખવું, શ્રી ગણેશ લખવું વગેરે.

9.Superviserની તમામ સુચનાઓનો કડક અમલ કરવો.

10. જે પ્રશ્નપત્ર પૂરું થયું હોય તેની ચર્ચા ટૂંકમાં કરી પછીના પેપરની તૈયારીમાં લાગી જાઓ.

11. યાદ રાખો…. આ તમારી છેલ્લી પરીક્ષા નથી. ઉત્સાહ અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપો.

ધો.10-12 બોર્ડની પરીક્ષા 5 માર્ચથી શરૂ થશે, વિદ્યાર્થીઓને હોલ ટિકિટ સહિતની 11 બાબતો ધ્યાન રાખવી જોઈએ was originally published on News4gujarati