• સરકારી યોજનાની માહિતી માટે સાઉન્ડ સિસ્ટમ ગોઠવાઈ
  • બનાસકાંઠા જિલ્લામાં સીસીટીવી કેમેરાથી સજ્જ પ્રથમ ગામ બન્યું ,૨૦ સ્થળોએ કેમેરા લાગ્યા

પાલનપુર તાલુકામાં પરપડા ગામ સીસીટીવી કેમેરાની સુરક્ષાવાળુ પ્રથમ ગામ બન્યું છે. અહીં ગુનાખોરીને ડામવા માટે ગ્રામ પંચાયત દ્વારા ગામના જાહેર વિસ્તાર અને જાહેર માર્ગો પણ ૨૭ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સાથે ગામમાં ધાર્મિકતા વધારવા અને વિવિધ યોજનાઓ તેમજ ગામના લગતી માહિતી લોકો સુધી પહોંચાડવા માટે સાઉન્ડ સિસ્ટમ પણ વસાવવામાં આવી છે.

પાલનપુરથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે આવેલ અને ૧૫૦૦ની વસ્તી ધરાવતુ પારપડા ગામના લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગામના પશુપાલકોને સવાર-સાંજ ખેતરોમાં એકલદોકલ જવાનું હોય છે. ત્યારે બહેન-દિકરીઓની સલામતી તેમજ ચોરી સહિતના બનાવોને રોકવા માટે ગ્રામ પંચાયત દ્વારા ગામમાં સીસીડીવી લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે ગામના મહિલા સરપંચ ગંગાબેન નાથુભાઈ આટોસ પોતે અભણ હોવાછતાં તેમની આગવી કોઠાસૂજને લઈ રકારની નાણાપંચ યોજનામાંથી ગામના તમામ પ્રવેશદ્વાર જાહેર વિસ્તાર અને જાહેર માર્ગો પર ત્રીજી આંખ સમાન ૨૭ સીસીટીવી કેમેરાની સુરક્ષા ગોઠવવામાં આવી છે. તેમજ ગામલોકોને સરકારની વિવિધ યોજનાઓ અને લાભોની માહિતી પહોંચાડવા માટે ગામમાં ઠેરઠેર ૨૦ જગ્યાએ સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. જોકે સીસીટીવી અને સાઉન્ડ સિસ્ટમની સીધુ કનેક્શન ગ્રામ પંચાયત સાથે જોડવામાં આવ્યું છે. અને તેનુ સંચાલન કરવામાં આવે છે તેમજ ગામની શાળા બાલ મંદિરમાં ચાલતા શિક્ષણકાર્ય પર નજર રાખવા અહીં પણ સીસીટીવી લગાવવામાં આવ્યા છે. અને મંદિરોની સલામતી માટે દેવાલયોને પણ સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે. ગામમાં સીસીટીવી કેમેરા લાગ્યા બાદ ચોરીના બનાવો અટક્યા છે.

ગામ ભૌતિક સુવિધાઓથી સજ્જ

૧૫૦૦ની જનસંખ્યા ધરાવતા પારપડા ગામમાં ગ્રામ પંચાયતના શાસકો અને ગામલોકોના પ્રયત્નોથી સરકારની વિવિધ યોજનાઓમાં ગામલોકોને મળવા પાત્ર વીજ, પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ સહિતની ભૌતિક સુવિધાઓ વસાવવામાં આવી છે.

આંગણવાડી, પ્રા.શાળા અને મંદિરોમાં સીસીટીવી લગાવાયા

ગામમાં આવેલ વિવિધ આંગણવાડી અને પ્રાથમિક શાળામાં ચાલતા શિક્ષણકાર્ય પર નજર રાખવા માટે ગામની આંગણવાડી અને પ્રાથમિક શાળાની સાથે મંદિરોમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

સીસીટીવીથી ચોરીનુ પ્રમાણ ઘટયું

પારપડા ગામના સરપંચ ગંગાબેન ઓટોસે જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરા લાગ્યા બાદ ગામમાં ચોરીઓનુ પ્રમાણ ઘટયું છે. તેમજ બેન-દિકરીઓ નિર્ભય બનીને સવારે અને રાત્રે ખેતરોમાં દૂધ દોવા અને ડેરીમાં દૂધ ભરાવવા જાય છે.

પારપડાની હિલચાલ ઉપર 27 સીસીટીવી કેમેરાની બાજનજર રહેશે was originally published on News4gujarati