પરિવારને 9 વર્ષ સુધી વિશ્વાસમાં રાખી પૈસા ખંખેર્યા, વસ્ત્રાપુરમાં ફરિયાદ

20 વર્ષથી પારિવારિક સંબંધ ધરાવતા ઠગ દંપતીએ પોસ્ટ એજન્ટ તરીકે કામ કરતા હોવાનું કહીને એક પરિવારના સભ્યો પાસેથી 9 વર્ષમાં રૂ. 51.85 લાખ પડાવ્યા હતા. આટલું જ નહીં તેમને પૈસા જમા કરાવ્યા હોવાની 9 વર્ષની નકલી પાસબુકો પણ આપી હતી.
વસ્ત્રાપુર માનસી ચાર રસ્તા પાસેના ગોયલ પ્લાઝા ફ્લેટમાં રહેતા કિશોરભાઈ પંડ્યા(64)ની ફરિયાદ મુજબ, સેટેલાઇટમાં સોમેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા હરેશ શ્રીવાસ્તવ અને કાજલબેન શાહ આંબાવાડી પ્રેસિડેન્ટ હાઉસમાં પુષ્ટિ ટ્રાવેલ્સમાં ઓફિસ ધરાવે છે. તેમણે 2010થી 2019 સુધીમાં કિશોરભાઈ અને તેમના પરિવારને પોસ્ટની જુદી જુદી સ્કીમોમાં કુલ 51.85 લાખ રોકાણ કરાવ્યું હતું. 2019માં કિશોરભાઈ પોલિટેક્નિક પોસ્ટ ઓફિસમાં ગયા ત્યારે ખબર પડી કે તેમના નામનું એકપણ ખાતું ખૂલ્યું જ નથી. ત્યારબાદ કિશોરભાઈએ બંને પાસેથી પૈસા માગતા તેઓ ગલ્લાંતલ્લાં કરતાં હતાં. આ અંગે કિશોરભાઈએ વસ્ત્રાપુર પોલીસમાં ઠગ દંપતી સામે ફરિયાદ નોંધાવી છે.

પોસ્ટ એજન્ટ તરીકે ઓળખ આપી ઠગ દંપતીએ પરિવારના 51.85 લાખ પડાવ્યા was originally published on News4gujarati