વર્ષ 2020નો ત્રીજો મહિનો શરૂ થઈ ગયો છે. માર્ચ મહિનામાં કેટલાક મોટા ગ્રહો રાશિ પરિવર્તન કરવાના છે. જેમાં સૂર્ય, મંગળ, ગુરૂ અને શનિ પોતાની રાશિ બદલશે. મંગળ 22 માર્ચે ધનુથી મકર રાશિમાં, સૂર્ય 14 માર્ચથી કુંભથી મીન રાશિમાં, શુક્ર 28 માર્ચથી મેષ રાશિને છોડીને વૃષભ રાશિ અને ગુરૂ 30 માર્ચે ધનુથી મકર રાશિમાં પ્રવેશ કરશે. 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન માર્ચ મહિનામાં કેટલીક રાશિઓ માટે શુભ ફળ આપશે તો કેટલીક રાશિઓ માટે અશુભ જાણીએ વિસ્તારથી.

મેષ રાશિ
મેષ રાશિના જાતકોએ માર્ચ મહિનામાં વધુ ફાયદો નહીં થાય સંભાળીને રહેવુ.

વૃષભ રાશિ
લેવડ દેવડના મામલે જરા સંભાળીને, કોઇ મોટુ નુકસાન થવાની આશંકા છે. નોકરી અને વેપારમાં આ મહિનો શુભ રહેશે.

મિથુન રાશિ
પરિવારમાં બીમારીઓના કારણે પરેશાન થઈ જશો. ધનના મામલે કોઈ મુશ્કેલી નહી આવે.

કર્ક રાશિ
આ મહિને તમારા માટે કોઈ ખુશખબરી આવશે, જેનો તમને લાંબા સમયથી ઇન્તજાર છે.

સિંહ રાશિ
આ મહિનો તમારા માટે શુભ છે. પરિવાર જનો સાથે સારો સમય વિતાવી શકશો.

કન્યા રાશિ
આર્થિક સ્થિતિ સારી રહેશે. તમારી દરેક મુશ્કેલીઓ ઓછી થશે.

તુલા રાશિ
નવા નવા લોકો સાથે મુલાકાત થશે. વેપાર કરનારા જાતકે રોકાણ કરતી વખતે વિચારવુ પણ નહી કેમકે આ સમય તમારા માટે શ્રેષ્ઠ છે.

વૃશ્ચિક રાશિ
માર્ચ મહિનો તમારા માટે મિશ્ર રહેશે. તમે આ મહિને કોઈ મહત્વના નિર્ણય પર પહોંચી શકશો.

ધન રાશિ
આ મહિનો થોડો મુશ્કેલ છે તમારા માટે નવી મુશ્કેલીઓ અચાનક આવ્યા કરશે.

મકર રાશિ
ધન સંબંધી મામલે થોડુ સંભાળવુ, મોટો ફટકો પડે તેવી શક્યતા છે.

કુંભ રાશિ
આ મહિનો તમારા માટે લકી છે. કોઈ સારા સમાચાર સાંભળવા મળે.

મીન રાશિ
માન સન્માનમાં વૃદ્ધિ થશે. પરિવારમાં સુખ શાંતિ સ્થપાશે.

માર્ચ મહિનામાં થશે ચાર મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન, પાંચ રાશિએ જરા સંભાળીને રહેવું was originally published on News4gujarati