વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સમા હરણીને જોડતા ચેતક બ્રિજ તથા વિશ્વામિત્રી રેલવે લાઇન પરથી પસાર થતા સુભાષચંદ્ર બોઝ ઓવરબ્રિજ લોકો માટે ખુલ્લા મુક્યા છે.

ચેતક બ્રિજ 13 કરોડ 80 લાખના ખર્ચે અને સુભાષચંદ્ર બોઝ બ્રિજ રૂપિયા 32 કરોડના ખર્ચે પહોળાઈ વધારી નવો કરાયો છે. ચેતક બ્રિજ બનતા સમાથી હરણી તરફ જવા માટે લોકોને સરળ બનશે અને લોકોને 10 કિલો મીટર સુધીનું વધુ અંતર કાપવા માંથી મુક્તિ મળશે.

એ જ પ્રમાણે હરણી બાજુથી એક્સપ્રેસવે જવામાં પણ સરળતા રહેશે. હાલ માંજલપુર બ્રિજની રોડ સાઈડમાં 9 કરોડ 34 લાખના ખર્ચે મજબૂતીકરણનું અને મકરપુરાથી જાંબુઆ ગામ તરફ જતા નદી પર બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ છે. 

કોર્પોરેશનના નવા બજેટમાં વધુ સાત નવા બ્રિજની પણ જાહેરાત કરી છે. જ્યારે 222 કરોડના ખર્ચે ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી બ્રિજની કામગીરી હાલ ચાલુ છે.

વડોદરા કોર્પોરેશને 46 કરોડના ખર્ચે તૈયાર કરેલા બે બ્રિજ ખુલ્લા મુક્યા was originally published on News4gujarati