• પરિણીતાએ પતિ સહિતના સાસરીયાઓ સામે ત્રાસ આપી દહેજની માંગણી કર્યાની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાવી
  • ફરિયાદમાં સસરા પરિવારના સભ્યોની હાજરીમાં પોતાની સાથે શારિરીક અડપલા કરતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો 

શહેરના કાલાવડ રોડ એ.જી. ચોક સદગુરૂ કોલોનીમાં સાતેક માસથી માતા-પિતા સાથે રહેતી 28 વર્ષની પરિણીતા સાથે સસરાએ અડપલા કર્યાની અને સાસારીયાઓ ત્રાસ આપતા હોવાની રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાના સાસરીયાઓએ માવતરેથી કાર, એસી, ફ્રિજ, વોશીંગ મશીન, ફર્નિચર માટે એક લાખ લાવવાનું પણ કહ્યું હતું. આથી પોલીસે દામનગર મેઇન બજાર લાયબ્રેરી સામે જલારામ નિવાસ ખાતે રહેતા પરિણીતાના પતિ કુશલ કિશનભાઇ તન્ના, સસરા કિશનભાઇ વૃજલાલ તન્ના, સાસુ દક્ષાબેન તથા મુંબઇ રાજકોટ રહેતી ત્રણ નણંદો નિશા ભાવેશ કારીયા, રચના પ્રણવ પોરાણા અને પાયલ જલ્પેશ કારીયા સામે IPC 498 (ક), 354 (એ), 504, 114, દહેજધારાની કલમ 3, 7 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

છેલ્લા સાત મહિનાથી પરિણીતા રિસામણે છે

ફરિયાદમાં પરિણિતાએ જણાવ્યું છે કે, તે છેલ્લા સાતેક માસથી કાલાવડ રોડ પર રહેતા પિયરને ત્યાં રિસામણે છે. તેનાં લગ્ન 14 મે 2019ના રોજ લગ્ન થયા હતા. લગ્નનાં દોઢેક માસ સુધી સાસરીયાઓએ સારી રીતે રાખ્યા બાદ સાસુ દક્ષાબેને રસોઈ અને ઘરકામ બાબતે મેણાં-ટોણાં મારવાનું શરૂ કર્યું હતું. લગ્નના આઠેક દિવસ બાદ પતિની ગેરહાજરીમાં એક દિવસ સાસુએ તેને કહ્યું કે જા તને તારા સસરા બોલાવે છે. જેથી તે સસરા પાસે જતાં તેણે પોતાની નજીક બેસાડી ખભા પર હાથ મૂક્યા બાદ અડપલા કર્યા હતા. આથી પતિ આવતા તેને આખી વાત જણાવતા કહ્યું કે હું પપ્પા સાથે વાત કરી લઈશ. ત્યારબાદ ઉપરના રૂમમાં જઈ પરત આવી મેં પપ્પા સાથે વાત કરી લીધી છે. હવે પછી આવું નહીં કરે. પતિની વાત તેણે માની લીધી હતી. બાદમાં હનિમુનની વાત થતા જ સસરાએ કહ્યું, અમે પણ તમારી સાથે હનિમુનમાં આવશું, જોઈશું તમે શું કરો છો?

સસરાએ અડપલા કર્યાની પરિણીતાની ફરિયાદ, કાર, એસી, ફ્રીજ, વોશીંગ મશીન, ફર્નિચર માટે એક લાખ લાવવા કહ્યું was originally published on News4gujarati