ભાટીયા ટોલ પ્લાઝા પર સ્થાનિકોને ટોલટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ મળે તે માટે આજે સંઘર્ષ સમિતિ દ્વારા મોટી સંખ્યામાં રેલી કાઢીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જ્યાં સુધી સંપૂર્ણ મુક્તિ ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની રજૂઆત કરી હતી.
આજે ભાટીયા ટોલનાકા સંઘર્ષ સમિતિના સભ્યો અને કાર્યકરો ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં જિલ્લા સેવા સદન ખાતે હાજર રહ્યા હતા અને સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
સંઘર્ષ સમિતિના દર્શન નાયક જયેશ પટેલ સહિતના તમામ આગેવાનો જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે જ્યાં સુધી ભાટીયા ટોલ નાકા પર સ્થાનિકોને સંપૂર્ણ મુક્તિ નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે અને આ માગ સાથે જ તેઓએ અલગ-અલગ 8 મુદ્દે પણ રજૂઆત કરી હતી.
સુરત: જ્યાં સુધી ટોલટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે was originally published on News4gujarati