ચીનની સ્માર્ટફોન મેકર કંપની Oppo આજે ભારતમાં Oppo Reno 3 Pro લોન્ચ કરી રહી છે. આ ભારતમાં પહેલો સ્માર્ટફોન હશે જેમાં 44 મેગાપિક્સલ ડ્યુઅલ સેલ્ફી કેમેરા આપવામાં આવેલ છે. Oppo Reno 3 Proને લોન્ચ દિલ્હીની ઇવેન્ટમાં કરવામાં આવશે. લોન્ચ થતાંની સાથે જ તમે કંપનીની વેબસાઈટ પરથી આ સ્માર્ટફોનની વધુ જાણકારી મેળવી શકશો.

Oppo Reno 3 Pro ભારતમાં બે મેમરી વેરિએન્ટ સાથે લોન્ચ કરવામાં આવશે. આ વેરિએન્ટમાં 8GB રેમ અને 128GB સ્ટોરેજ આપવામાં આવશે. ટોપ વેરિએન્ટમાં કંપની 12GB રેમ સાથે 256GB સ્ટોરેજ આપવામાં આવશે. ભારતમાં આ ફોનની કિંમત 30 હજારથી ઉપર રાખવાની આશા છે. Oppo Reno 3 Proમાં ડ્યુઅલ પંચહોલ સેલ્ફી કેમેરા આપવામાં આવશે.

તેના રિયરમાં ચાર કેમેરા સેટઅપ મળશે. રિયર કેમેરાની વાત કરીએતો આ 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 13 મેગાપિક્સલ ટેલીફોટો અને 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ કેમેરા છે 2 મેગાપિક્સલનો મોનોક્રોમ સેન્સર છે.

આ સ્માર્ટફોનમાં અન્ડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યુ છે. સેલ્ફી માટે 44 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલના બે કેમેરા આપવામાં આવે છે. Oppo Reno 3 Proમાં અલ્ટ્રા નાઈટ સેલ્ફી મોડ ઓપ્શન આપવામાં આવશે. આ એક પ્રકારનો સેલ્ફી ફોક્સ્ડ સ્માર્ટફોન છે. સેલ્ફી માટે અહીં અલગ ફિલ્ટર્સ AI બેસ્ડ ફીચર્સ આપવામાં આવેલ છે.

Oppo Reno 3 Pro ભારતમાં આજે થશે લોન્ચ, જાણો તેની શું છે વિશેષતા was originally published on News4gujarati