સુરતની પુણા પોલીસે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી છે. કીર્તિ પટેલ અને સાગરીતે રઘુ ભરવાડ નામના યુવાનને ગતરાત્રે સમાધાન માટે બોલાવ્યો હતો અને ત્યાં હનુ ભરવાડે ધારિયા વડે માથામાં હુમલો કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલે ભરવાડ આ અંગે બનાવેલા એક વીડિયોને પગલે છેલ્લા કેટલાક સમયથી ભરવાડ નામના યુવાન સાથે માથાકૂટ ચાલતી હતી. જોકે, હનુ ભરવાડ નામનો યુવાન આ મામલામાં કીર્તિને સમર્થન આપતો હતો. 

દરમિયાન, ગતરાત્રે કીર્તિએ રઘુને સમાધાન માટે પરવત પાટીયા ક્રિષ્ના સર્કલ પાસે બોલાવતા તે અન્ય પાંચેક યુવાન સાથે ત્યાં ગયો હતો. કીર્તિ સાથે આવેલા હનુએ રઘુ સાથે ઝઘડો કરી તેના માથામાં ધારિયા વડે હુમલો કરતા ભાગદોડ મચી ગઈ હતી. 

ઈજાગ્રસ્ત રઘુને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા પુણા પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી કીર્તિ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે હુમલો કરી ફરાર થઈ ગયેલા હનુ ભરવાડની શોધખોળ આદરી છે.

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની પુણા પોલીસે હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી was originally published on News4gujarati