તાપી નદીમાં રેતી ખનન પર મુકવામાં આવેલા પ્રતિબંધ વિસ્તારમાં જ સરકાર દ્વારા નવ વર્ષ બાદ ચાર માસ માટે રેતી ખનન માટેની મંજૂર આપતા નવો વિવાદ ઉભો થયો છે.
કામરેજના ભૈરવ ગામ ખાતે રેતી ખનન માટે 2011 માં ફાળવવામાં આવેલ બ્લોક નંબર એલ-6 ના બિલ્ડરે તે વખતે ચોમાસાના ચાર માસ દરમિયાન રસ્તો ન મળવાને કારણે રેતી ખનન બંધ રહ્યુ હતુ. તે કારણ દર્શાવીને સરકાર પાસે વધુ ચાર માસની રેતી ખનનની મંજૂરી 2011માં માગી હતી.
રાજ્ય સરકાર દ્વારા રેતી ચોરીને અટકાવવા માટે નદીમાં બ્લોક પાડીને તેમાં રેતી ખનન કરવા હરાજીથી ફાળવણી કરવાનુ નક્કી કર્યુ હતુ. જે મુજબ 2011માં તાપી નદીમાં 16 બ્લોક પાડવામાં આવ્યા હતા.
હરાજીથી આ બ્લોકની ફાળવણી કરવામાં આવી હતી ત્યારે કામરેજના ભૈરવ ગામનો બ્લોક નંબર એલ-6 સૌથી ઉંચી બોલી રૂ. 1.31 કરોડ બોલવાને પગલે જ્યંતી હરસોરાને ફાળવવામાં આવ્યો હતો.
આ બ્લોક પાસે રોડ ન હોવાના કારણે જ્યંતી હરસોરાએ સિંચાઈ વિભાગ પાસે રોડ માંગ્યો હતો. રોડની મંજૂરી મળ્યા બાદ તેને રેતી ખનન શરૂ કર્યુ હતુ. જો કે આ દરમિયાન વરસાદ પડવાના કારણે ચાર માસ તેમને રેતી ખનન બંધ રાખ્યુ હતુ.
15 માર્ચ 2011ના રોજ સરકાર સાથેનો કરરાખત પૂર્ણ થયા બાદ આ બ્લોકનો કબજો ખાણખનીજ વિભાગ દ્વારા લઈ લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફરીથી હરાજી કરવામાં આવી હતી.
જેમાં જયવિહોત દ્વારા આ બ્લોક માટેની સૌથી ઉંચી બોલી રૂ. 36.92 કરોડ બોલવામાં આવી હતી. જો કે ત્યારે વિવાદ થતા ફાળવણી અટકી પડી હતી. અત્યારે આ નદીમાં રેતી ખનન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે સરકારે આ રીતે મંજૂરી આપતા વિવાદ થયો છે.
તાપી નદીમાં રેતીખનન પર પ્રતિબંધ મૂક્યા બાદ નવ વર્ષે સરકારે રેતી ખનન માટે મંજૂરી આપતા વિવાદ was originally published on News4gujarati