ચીન સહિત વિશ્વનાં ઘણા દેશોને ચિંતામાં નાખનાર કોરોના વાઇરસે હવે ભારતવાસીઓને પણ પરેશાન કરવાનું શરૂ કરી દીધું છે. નોઈડા પછી આગ્રામાં કોરોના વાઇરસનાં 6 સંદિગ્ધ મળ્યા છે. આ એજ લોકો છે, જે ઈટલી આવેલા શખ્સનાં સંપર્કમાં આવ્યા હતા. આ શખ્સ કોરોનાવાઇરસથી ચેપગ્રસ્ત છે.

હાલમાં આ તમામ 6 લોકોને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે, અને તેમના સેમ્પલ પુણેની મેડિકલ લેબમાં મોકલવામાં આવ્યા છે.

સરકારે જણાવ્યું કે આગ્રામાં 6 લોકો માં કોરોનાવાઇરસ (COVID-19)નાં સિમ્ટમ્સ મળી આવ્યા છે. આ છ લોકોને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. સાથે સાથે તેમના સેમ્પલ પણ પૂણેની નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વિરોલોજી (એનઆઈવી)માં મોકલવામાં આવ્યા છે. સાથે સાથે આ 6 લોકોનાં સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ શરૂ થઈ ગઈ છે.સોમવારે દિલ્હીમાં કોરોનાનો એક દર્દી હોવાની પુષ્ટી થઈ હતી.

નોઈડા બાદ આગ્રામાં 6 લોકોમાં મળ્યા કોરોનાના શંકાસ્પદ લક્ષણો was originally published on News4gujarati