દેશની નંબર વન કાર નિર્માતા કંપની Maruti Suzuki India માર્કેટમાં પોતાની એક કરતા વધુ એક સારી કારો રજૂ કરી છે. અહિંયા અમે તમને સૌથી સારી અને કિંમતમાં સસ્તી કાર Maruti Suzuki Alto વિશે વાત કરી રહ્યા છીએ, જે આ ફિટર્સથી સજ્જ છે. અહિંયા અમે તમને Maruti Suzuki Indiaના સૌથી સસ્તા બેસ વોરિઅન્ટથી મળનારા ફિચર્સ અને તેની કિંમતની સંપૂર્ણ જાણકારી આપી રહ્યા છીએ.

એન્જિન, માઇલેજ અને કિંમત

Maruti Suzuki Alto માં 796ccનું એન્જિન આપવામાં આવ્યું છે જે 6000 Rpm પર 47.33 Hpનો પાવર અને 3500 Rpm પર 69 Nmનો ટૉર્ક જનરેટ કરે છે. માઇલેજની વાત કરીએ તો Alto સીએનજી વોરિએન્ટ પ્રતિ કિલો 31.69 kmની માઇલેજ આપે છે અને પેટ્રોલ વોરિએન્ટ પ્રતિ લિટરમાં 22.05 kmની માઇલેજ આપે છે. કિંમતની વાત કરીએ તો Maruti Suzuki Altoની શરૂઆતી કિંમત 2,94,800 છે.

Maruti Suzuki Alto Dimensions ડાઇમેંશન

ડાઇમેંશનની વાત કરીએ તો Altoની લંબાઇ 3445 mm, પહોળાઇ 1490 mm (સાઇડ મેલ્ડીંગ વીના) પહોળાઇ 1515 mm (સાઇડ મેલ્ડીંગ સાથે) ઉંચાઇ 1475 mm, ટ્રૈડ 1295 mm (ફ્રંટ), ટ્રૈડ 1290 mm (રિયર), ટર્નિંગ રેડીએસ 4.6 મીટર, વ્હીલબેસ 2360 mm, ફ્યૂલ ટૈંક કેપેસિટી 35 લીટર અને સિટિંગ કેપેસિટી 5 સીટર છે.

ફિચર્સની વાત કરવામાં આવે તો Altoના બેસ વોરિએન્ટમાં વ્હીલ પર સેન્ટર કૈપ, બોડી કલર્સ આઉટસાઇડ ડોર હેન્ડલ, સીટ અપહોલ્ટ્સ્ટ્રી (Vinyl), C પિલર લોઅર ટ્રિમ (મોલ્ડીડ), ડ્યૂલ ટોન ઇન્ટીરિયર, સન વાઇઝર (ડ્રાઇવર), એસિસ ગ્રીપ્સ, ફ્રંટ કંસોલ બોટલ હોલ્ડર, રિયર કંસોલ બોટલ હોલ્ડર, ફ્રંટ ડોર ટ્રીમ મૈપ પોકેટ (ડ્રાઇવર), ફ્રંટ ડોર ટ્રીમ મૈપ પોકેટ (પેસેન્જર) જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

સેફ્ટી ફિચર્સના મામલામાં Maruti Suzuki Alto વિશે બેસ મોડલમાં ડ્રાઇવર સાઇડ એરબેગ, સીટ બેલ્ટ રિમાઇન્ડર (ડ્રાઇવર + કો-ડ્રાઇવર), સ્પિડ એલાર્મ સિસ્ટમ, રિવર્સ પાર્કિંગ સેંસર, એંટી લોક બ્રેકિંગ સિસ્ટમ, ઇબીડી, ઇમ્મોબિલાઇઝર, ટ્યૂબલેસ ટારર્સ, હેડલાઇટ લેવલિંગ, હાઇ-માઉન્ટેંન સ્ટોપ લૈંપ, ફ્રંટ વાઇપર અને વોશર (2 સ્પીડ) અને કોલેપ્સિબલ સ્ટીયરિંગ જેવા સેફ્ટી ફિચર્સ આપવામાં આવ્યા છે.

મધ્યમ પરિવાર માટે Marutuની સસ્તી કાર, આપશે 31 kmની શાનદાર માઇલેજ was originally published on News4gujarati