વડોદરાની નર્મદા કેનાલમાં મૃતદેહ મળી આવવાના વારંવાર બનાવો બની રહ્યા છે. આ પ્રકારના વધુ 2 બનાવમાં જુદાજુદા સ્થળે એક મહિલા અને એક પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરના ગોરવા વિસ્તારની કેનાલમાં ગઈ સાંજે એક પુરૂષનો મૃતદેહ તરી આવતા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે ફાયર બ્રિગેડની મદદ લઈ મૃતદેહ બહાર કાઢ્યો હતો અને મૃતકની ઓળખ માટે તપાસ શરૂ કરી છે.

આ જ પ્રકારે બીજો બનાવ આજે સવારે પાદરા તાલુકાના સાંગમા ગામ પાસે નર્મદા કેનાલમાં બન્યો છે. જેમાં એક અજાણી મહિલાની લાશ તરી આવતા બનાવના સ્થળે લોકોના ટોળા જામ્યા હતા.

પોલીસે મહિલાનો મૃતદેહ બહાર કઢાવી તેની ઓળખ માટે જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં ગુમ થયેલી મહિલાઓની થયેલી ફરિયાદોની વિગતો મંગાવી તપાસ શરૂ કરી છે.

વડોદરામાં નર્મદા કેનાલમાંથી બે મૃતદેહ મળ્યા was originally published on News4gujarati